અમદાવાદ
ગુજરાતમાંથી બંધ થયેલી જુની નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી સોમવારે રાતે સ્પેશિયલ બ્રાંચની ટીમે 99.80 લાખ રૂપિયાની બંધ થયેલી જુની નોટો સાથે બે વ્યક્તિઓની અટકાયત કરી છે.આ બંને વ્યક્તિઓ ઇકો કારમાં આવી રહી હતી ત્યારે મોડી રાતે પોલિસે તેમની અટકાયત કરી હતી.પોલિસ દ્રારા ગાડીની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી 99.80 લાખ રૂપિયાની જુની નોટો મળી આવી હતી.
પોલિસ પાસેથી મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે ગોંડલનો શ્યામ નિમાવત અને હિંમતનગરના વાસણા ગામનો મહિપાલસિંહ ગઢવી જુના દર બંધ થઇ ગયેલી 1 હજારની કુલ 9908 નોટોને લઇને અમદાવાદ તરફ આવી રહ્યાં હતા ત્યારે પોલિસે તેમને પકડ્યા હતા.આ બંને વ્યક્તિઓ આ નોટો વટાવવાની ચક્કરમાં હતા ત્યારે પોલિસે તેમની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ ગુજરાતના દાહોદમાંથી પોલિસે 1.74 લાખ રૂપિય રૂપિયાની નકલી નોટો સાથે ત્રણની ધરપકડ કરી છે.પોલિસે 2000 અને 500 રૂપિયાની નકલી નોટો સાથે દાહોદના ઇટાડી ગામ પાસેથી ધરપકડ કરી હતી.
