Tech News: આજના ડિજિટલ યુગમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે WhatsApp નો ઉપયોગ ન કરતો હોય. જન્મદિવસની શુભેચ્છાઓથી લઈને લગ્નના આમંત્રણ સુધી, લોકો WhatsApp દ્વારા મિત્રો અને પરિવારજનોને સંદેશાઓ મોકલે છે. સાથે જ, પોતાના ખાસ પળો લોકો WhatsApp સ્ટેટસ દ્વારા શેર કરે છે. પરંતુ હવે WhatsAppને લઈને એક મોટું બદલાવ આવવાની શક્યતા છે.
હાલ સુધી WhatsAppનો ઉપયોગ સંપૂર્ણપણે મફત રહ્યો છે, પરંતુ આગામી સમયમાં સ્થિતિ બદલાઈ શકે છે. અહેવાલો મુજબ, WhatsApp તેના સ્ટેટસ ટેબમાં જાહેરાતો રજૂ કરવાની તૈયારીમાં છે. વપરાશકર્તાઓના વિરોધ છતાં, કંપની લાંબા સમયથી આના પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
મળતી માહિતી અનુસાર, WhatsApp ભવિષ્યમાં સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ પણ રજૂ કરી શકે છે. WhatsApp ના નવા બીટા વર્ઝન 2.26.3.9 ના કોડની તપાસ દરમિયાન આ સંકેતો સામે આવ્યા છે. આ મોડેલ હેઠળ વપરાશકર્તાઓને ‘એડ-ફ્રી સબ્સ્ક્રિપ્શન’નો વિકલ્પ મળી શકે છે. એટલે કે, જે યુઝર્સ પોતાના WhatsApp પર જાહેરાતો જોવા નથી ઇચ્છતા, તેમને તેની માટે ચૂકવણી કરવી પડી શકે છે.

જ્યારે કે, જે વપરાશકર્તાઓ સબ્સ્ક્રિપ્શન નહીં લે, તેમને WhatsApp સ્ટેટસમાં જાહેરાતો જોવા મળી શકે છે. મહત્વની વાત એ છે કે WhatsApp પર મેસેજ મોકલવાની સેવા મફત જ રહેશે અને તેના માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
WhatsApp નું સબ્સ્ક્રિપ્શન મોડેલ ક્યારે લાગુ પડશે?
WhatsApp દ્વારા હજુ સુધી સબ્સ્ક્રિપ્શન મોડેલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલની તમામ માહિતી બીટા વર્ઝન 2.26.3.9 ના કોડ પરથી સામે આવી છે. જો કે, ભલે આ મોડેલ તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ નજીકના ભવિષ્યમાં WhatsApp આ દિશામાં પગલું ભરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત
