Bhavnagar News: ભાવનગરના ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસમાં (Kajal Baraiya Murder Case) ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો (Bhavnagar Court Verdict) સંભળાવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા ફટકારી છે. 4 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના 62 દિવસમાં જ કેસનો ચુકાદો આવતા શહેરમાં આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
Bhavnagar Court Verdict: 4 સપ્ટેમ્બરે જાહેરમાં કાજલની હત્યા થઈ હતી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 4 સપ્ટેમ્બરે ભાવનગર શહેરમાં ફૈઝલ ઉર્ફે ખાટકી (Faisal Khattaki) લાખાણીએ કાજલ બારૈયા પર જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કાજલનું મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર ભાવનગરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાયાં હતાં.
નીલમબાગ પોલીસે એક મહિનામાં ચાર્જશીટ રજૂ કરી
ઘટના બાદ નીલમબાગ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેસને લગતા દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા હતા અને આરોપી સામેની તપાસ આગળ ધપાવી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે ઘટનાના એક મહિનામાં, એટલે કે 4 ઓક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. બુખારીએ સંભળાવ્યો ચુકાદો
ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ આર.વી. બુખારી સમક્ષ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કર્યા બાદ કોર્ટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવ્યો હતો.
આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા
કોર્ટે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા (Life Imprisonment) ફટકારી છે. હત્યાની ઘટના બાદ માત્ર 62 દિવસમાં ચુકાદો જાહેર થતાં આ કેસની ઝડપી ન્યાયિક કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા, PI પર સવાલો
આ પણ વાંચો: ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો: રાયપુરથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં મળી આવ્યો
