Ahmedabad News/ અમદાવાદમાં પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારનો પાણી પુરવઠો પ્રભાવિત

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વિસ્તારમાં આજે પાણી કાપ (Water Cut) રહેશે. રાસ્કા કેનાલની મેન્ટેનન્સ કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Water Cut

Ahmedabad News:અમદાવાદના અમુક વિસ્તારોમાં શહેરીજનોને આજે પીવાનું પાણીં (Water Cut) નહી મળે. શહેરના દક્ષિણ ઝોનના અમુક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવનાર છે. જેના કારણે આજે (3 મે) અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના અમુક વોર્ડમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે. પરિણામે  રહેવાસીઓને પાણીનો સંગ્રહ કરવાની અને તેના વપરાશમાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ઝોનમાં આજે પાણી કાપ (Water Cut) 

આજે  શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે (Water Cut) અથવા લો પ્રેશર સાથે પહોંચાડવામાં આવશે. આ પાણીકાપ રાસ્કા કેનાલ પર હાથ ધરવામાં આવી રહેલી આવશ્યક મેન્ટેનન્સ અને તકનીકી કામગીરીને કારણે આ મૂકવામાં આવ્યો છે.

શેઢી કેનાલમાં કામગીરીના કારણે પાણી કાપ જાહેર કરાયો

આવી આકરી ગરમીમાં પાણી કાપને (Water Cut) કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાણકારી અનુસાર પાણીની ઉપલબ્ધતાના આધારે જાળવણી સમયગાળા દરમિયાન પાણી પુરવઠાનું નિયમન કરવામાં આવશે. જો કે, હાલમાં મુખ્ય સપ્લાય લાઇન પર કામ ચાલી રહ્યું હોવાથી, સપ્લાય કરવામાં આવતા પાણીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું હોઈ શકે છે. કામ પૂર્ણ થયા પછી, પાણી પુરવઠો સામાન્ય સમયપત્રક મુજબ ફરી શરૂ થશે.


આ પણ વાંચો: લાઈન રિપેરિંગને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ

આ પણ વાંચો:વડોદરા વાસીઓ સાવધાન! 5 અને 6 ઓગસ્ટના રોજ પાણી પુરવઠો રહેશે બંધ

આ પણ વાંચો:સુરત મનપાના બે ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે