Junagadh News/ જૂનાગઢ–આણંદ રૂટની એસટી બસમાં યુવતી સાથે છેડતી, આરોપીની ધરપકડ

જૂનાગઢથી આણંદ જતી એસટી બસ (ST bus)માં યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. યુવકે બિભત્સ ઇશારા કરી હેરાનગતિ કરતા યુવતીએ 112 પર ફોન કર્યો હતો. બસ પોલીસ સ્ટેશન લઈ જઈ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
જૂનાગઢ–આણંદ ST busમાં યુવતી સાથે છેડતી

Junagadh News: જૂનાગઢથી આણંદ જતી રાજ્ય પરિવહન (ST bus) બસમાં યુવતી સાથે છેડતીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુસાફરી દરમિયાન એક યુવકે યુવતીને બિભત્સ ઈશારા કરી હેરાનગતિ કરી હતી, જેના કારણે બસમાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ST busમાં છેડતી

મળતી માહિતી અનુસાર, યુવતી પોતાની માતા સાથે અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યુવકના વર્તનથી અસ્વસ્થ થયેલી યુવતીએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. પોલીસની સૂચના મુજબ બસને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ હતી.

બસ (ST bus)માં હાજર કન્ડકટર અને યુવતીની માતાએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક નશાની હાલતમાં હોવાના કારણે તેણે ગાળો આપી અને ઉગ્ર વર્તન દાખવ્યું હતું. આ ઘટનાથી બસમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બસ પોલીસ સ્ટેશન પહોંચતા જ યુવતીની માતા તણાવને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.સિટી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:સુરતના કમરુનગરમાં છેડતી બાબતે લોહિયાળ ખેલ, પાંચ શખ્સોના હુમલામાં એકનું મોત

આ પણ વાંચો:શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે અધ્યાપકની છેડતી

આ પણ વાંચો:ઇલોરાપાર્કમાં રાત્રે છેડતી કરી ભાગેલો બાઇક ચાલક ગણતરીના કલાકોમાં પોલીસ ગિરફ્તમાં