ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સવારે જ કહી દેવામાં આવ્યું હતું કે, સાંજ સુધીમાં તમામ 6 મહાનગરોનાં ભાજપનાં મુરતીયાઓનાં નામની યાદી તબક્કાવાર જાહેર કરી દેવામાં આવશે અને તે પ્રમાણે જ ભાજપ દ્વારા ધડાધડ રાજકોટ, જામનગર, ભાવનગર સહિતનાં ઉમેદવારોની યાદી જાહેર કરી પણ દીધી છે.
ભાવનગર ભાજપના ઉમેદવારો પણ જાહેર કરાયા છે અને ભાજપ દ્વારા 13 વોર્ડનાં 52 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી અને જૂની યાદીમાંથી 21 લોકોના નામ કપાયા છે. પૂર્વ 34 નગર સેવકોમાંથી 21 લોકો કપાયા અને બાકીનાને અમુક બદલાવ સાથે રીપીટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નવા નિયમોને લઇને ભાવનગરનાં મેયર સહિત 4 નેતા કપાયા છે. 60 વર્ષ ઉપરના અને 3 ટ્રમથી જીતતા હોવાનો નિયમ નહી લાગું થયો છે. તમામ હકીકતો વચ્ચે ભાજપની જાહેર કરવામાં આવેલી યાદીમાં ગીતાબેન મેર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
વાત જાણે એમ છે કે, ભાવનગર કોંગ્રેસનાં નેતા અને પૂર્વ નગરસેવીકા ગીતાબેન મેર સવારનાં ભાગે જ BJPમાં જોડાયા હતા. પૂર્વ નગરસેવક ગીતાબેન મેર ભાજપ કાર્યકર્તાઓ સાથે ભાજપનાં કાર્યાલય પર પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલમાં જ BJPમાં જોડાયા કોંગ્રેસનાં પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરને ભાજપમાં જોડાતા જ ભાજપમાંથી ટિકીટ આપી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે ભાજપ દ્વારા યુવાનો, નવા ચેહરાઓને તક આપવામાં આવી હોવાની દલીલ પણ કોઇને કોઇ રીતે રજૂ કરવામાં આવી રહી છે. જો કે, ગમે તે કારણ હોય પણ સવારે આવ્યા અને સાંજે ટિકિટનાં ટોણા સાથે ગીતાબેન મેર હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
