Gujarat News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયો હતો

Gandhinagar Gujarat Uncategorized

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ દિવંગત વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ સહિત શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.

અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થતા તેમના પરિવારજનો સહિત રાજકીય નેતાઓ તેમજ રાજકોટવાસીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.