Not Set/ દિવાળી 2019/ બે વર્ષ બાદ અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે દિવાળી પાર્ટી, જાણો શું છે કારણ

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન વિશે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન પુરા બે વર્ષ પછી તેમના ઘરે દિવાળી પાર્ટી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન આ વર્ષે તેમના પરિવાર અને બોલીવૂડ પરિવાર માટે તેમના ઘરે ધમાકેદાર […]

Uncategorized

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન વિશે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન પુરા બે વર્ષ પછી તેમના ઘરે દિવાળી પાર્ટી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન આ વર્ષે તેમના પરિવાર અને બોલીવૂડ પરિવાર માટે તેમના ઘરે ધમાકેદાર દિવાળીની પાર્ટી રાખી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિતાભ બે વર્ષથી ઘરે દિવાળીની પાર્ટી કરી રહ્યા નથી.

અહેવાલો અનુસાર, 2017 માં, અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું નિધન થયું હતું અને તેમના અવસાન બાદથી જ અમિતાભ બચ્ચન ઘરમાં કોઈ પણ ઉજવણી કરતા નહોતા.

https://www.instagram.com/p/Bp5Wn_RBMnR/?utm_source=ig_embed

વર્ષ 2018 માં, અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના સસરાનું નિધન થયું હતું, જેના કારણે ઘરમાં કોઈ પાર્ટી યોજાઇ ન હતી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ દિવાળી અમિતાભ બચ્ચન કંઈક ખાસ કરવા જઇ રહ્યા છે અને આ દિવાળી અમિતાભ બચ્ચનના ઘરે બોલીવુડના તમામ સેલેબ્સ એક જ છત નીચે હાજર રહેશે.

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.