Not Set/ પંડ્યા બાદ કે એલ રાહુલને પણ મળી ન્યુઝીલેન્ડની ટિકિટ, ટી-૨૦ ટીમમાં કરાયો સમાવેશ

મુંબઈ, મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ COA કમિટી દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો અને પંડ્યાને ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ હવે કે એલ રાહુલને પણ ન્યુઝીલેન્ડની ટિકિટ મળી છે અને તેનો […]

Trending Sports

મુંબઈ,

મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ COA કમિટી દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો અને પંડ્યાને ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.

જો કે ત્યારબાદ હવે કે એલ રાહુલને પણ ન્યુઝીલેન્ડની ટિકિટ મળી છે અને તેનો ભારતીય ટી-૨૦ ટીમમાં સમાવેશ કરાયો છે. આ બંને ખેલાડીઓને અભદ્ર ટિપ્પણી કરવાના મામલાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય ટીમ સાથે જોડાવવાનો મૌકો આપ્યો છે.

sports-after hardik pandya k l rahul gets the new zealand ticket included in t-20 team

BCCI દ્વારા પોતાના નિવેદનમાં જણાવ્યું, “કોઈ પણ ક્રિકેટ ખેલાડી પર તમામ પ્રકારના આરોપના મામલા સાંભળવા માટે બીસીસીઆઈને લોકપાલની જરૂરત હોય છે, પરંતુ લોકપાલની નિયુક્તિ સુપ્રીમ કોર્ટ દ્વારા લંબિત છે”.

આ કારણે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન)નું માનવું છે કે, આ બંને ખેલાડીઓ પર જે પ્રતિબંધ લગાવાયો છે તેને તરત જ પ્રભાવથી હટાવવામાં આવે”.

આ પહેલા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને રાહુલને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા હતા

શું છે આ મામલો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

sports-after hardik pandya k l rahul gets the new zealand ticket included in t-20 team

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.