sports news/ વૈભવ સૂર્યવંશી માટે ઈંગ્લેન્ડ પ્રવાસમાં અલગ ડ્રેસિંગ રૂમ

સમગ્ર ક્રિકેટ જગતની નજર હવે વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પર રહેશે, જે પોતાના શાનદાર પ્રદર્શનથી નવા ઇતિહાસ લખવા તૈયાર છે.

Top Stories Sports
ભારતીય ક્રિકેટના ઉદયમાન સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ફરી એકવાર ચર્ચામાં છે.

Sports News : ભારતીય ક્રિકેટના ઉદયમાન સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ફરી એકવાર ચર્ચામાં છે. માત્ર 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા (Team India)માં સ્થાન મેળવનાર વૈભવ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થાઓ હેઠળ રહેશે. ICC અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના નિયમો મુજબ તેઓ સિનિયર ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમ અને વોશરૂમનો ઉપયોગ કરશે.

જોકે વૈભવ મેચો દરમિયાન ટીમ સાથે રહેશે અને તમામ ટીમ મીટિંગ્સમાં ભાગ લેશે, પરંતુ અંડર-16 ખેલાડીઓ માટે બનાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સુરક્ષા નીતિના કારણે તેમને અલગ સુવિધાઓ આપવામાં આવશે. આ નિયમોનો મુખ્ય હેતુ સગીર ખેલાડીઓને શારીરિક, માનસિક અને અન્ય પ્રકારના દુર્વ્યવહારથી સુરક્ષિત રાખવાનો છે.

ECBએ સ્પષ્ટ કર્યું છે કે વૈભવની સુરક્ષા અને સુખાકારી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમના માતા-પિતા સમગ્ર પ્રવાસ દરમિયાન તેમની સાથે રહેશે અને ટીમ જે હોટલમાં રોકાશે, તેમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ખેલાડીઓના પરિવારજનોને ટીમ હોટલમાં રહેવાની મંજૂરી મળતી નથી, પરંતુ વૈભવની ઉંમરને ધ્યાનમાં રાખીને આ ખાસ છૂટ આપવામાં આવી છે.

રમતગમતની દુનિયામાં અગાઉ સામે આવેલા અનેક શોષણ અને સતામણીના કેસો બાદ FIFA, IOC અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સગીર ખેલાડીઓ માટે કડક સુરક્ષા નિયમો અમલમાં મૂક્યા હતા. આજના સમયમાં આવા નિયમોને ખેલાડીઓની સલામતી માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે.

વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પહેલાથી જ બિહારની સિનિયર ટીમ, IPLમાં રાજસ્થાન રોયલ્સ અને ઇન્ડિયા-A જેવી ટીમોના ડ્રેસિંગ રૂમનો ભાગ રહી ચૂક્યા છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન ICC Rulesનું પાલન કરવું ફરજિયાત છે.

15 વર્ષ અને 71 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદગી પામનાર વૈભવ સૌથી નાની ઉંમરના ક્રિકેટર બન્યા છે. તેમણે શેફાલી વર્મા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોના પસંદગી સંબંધિત રેકોર્ડ પાછળ છોડ્યા છે. જો તેમને આયર્લેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળશે, તો તેઓ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બની શકે છે.

ભારતીય ટીમ 26 જૂનથી આયર્લેન્ડ સામે બે T20 મેચ રમશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 અને ત્રણ ODI મેચોની શ્રેણી રમશે. સમગ્ર ક્રિકેટ જગતની નજર હવે વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પર રહેશે, જે પોતાના શાનદાર પ્રદર્શનથી નવા ઇતિહાસ લખવા તૈયાર છે.


આ પણ વાંચો : ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મળ્યો કયો જર્સી નંબર? BCCI ના વીડિયોમાં જર્સી જોઈને રડી પડ્યો

આ પણ વાંચો : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો હાહાકાર, 11 બોલમાં ફિફ્ટી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો : ભારતની વિસ્ફોટક શરૂઆત! 324 ના સ્ટ્રાઈક રેટથી રમી વૈભવે શ્રીલંકન બોલરોના છોડાવ્યા પરસેવા