Ahmedabad News/ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વિકાસ કાર્યક્રમોનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. પાંચમી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનું તે ઉદઘાટન કરશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ત્રણ દિવસની મુલાકાતમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પાંચથી લઈને સાત ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

અમિત શાહ

ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. પાંચમી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનું તે ઉદઘાટન કરશે. છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાવવાના છે.

બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટોનું ગૃહમંત્રી Amit Shah લોકાર્પણ કરશે. તેઓ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બનાસકાંઠાની મહિલા દૂધ ઉત્પાદકો સાથે સીધો સંવાદ કરશે. સાતમી ડિસેમ્બરના રોજ અમદાવાદીઓને તે વિકાસની ભેટ આપશે. ગૃહમંત્રી Amit Shah અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં લોકાર્પણ કરશે.

તેઓ થલતેજમાં 861 ઇડબલ્યુએસ આવાસોનું લોકાર્પણ કરશે.  સરખેજ અને બોડકદેવમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. ગોતા વિસ્તારમાં મીની સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. સાઉથ બોપલમાં નવનિર્મિત ઓક્સિજન પાર્કનું પણ તે લોકાર્પણ કરશે. આ સિવાય વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ તેઓ કરશે. તેના પછી તે નવા વાડજમાં 350 ઇડબલ્યુએસ આવાસોનું પણ લોકાર્પણ કરશે.

આ સિવાય યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક આનંદીબેન પટેલના જીવન પર આધારિત છે. એક સમય હતો જ્યારે Amit Shah અને આનંદીબેન પટેલને કટ્ટર રાજકીય હરીફ માનવામાં આવતા હતા. તેના પછી છેલ્લે તેઓ બીએપીએસ સંસ્થાના પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પીએમ મોદી પછી અમિત શાહ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે કરી વરસાદની સ્થિતિની સમીક્ષા

આ પણ વાંચો: અમિત શાહના ભાષણ પર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા, કહ્યું- આંબેડકર, આંબેડકર કહેવાની ફેશન થઈ ગઈ