Delhi Pollution/ રાજધાનીમાં પ્રદૂષણ મામલે SC નું કડક વલણ, કહ્યુ- વાયુ પ્રદૂષણ શરૂ થાય તે પહેલા પગલા લેવા

બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCR પ્રદૂષણ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદૂષણનાં સ્તરમાં થોડો સુધારો થયા બાદ દિલ્હી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

Top Stories India
દિલ્હીમાં પ્રદૂષણ અને SC

દેશમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, સાથે રાજધાની દિલ્હી માટે પણ એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે સાથે SC તરફથી એક ફટકાર પણ લગાવવામાં પણ આવી છે. જણાવી દઇએ કે, દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. વાયુ પ્રદૂષણ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. SCએ કહ્યું કે, આ રાષ્ટ્રીય રાજધાની છે અને તેને એવી રીતે જુઓ કે આપણે વિશ્વને શું સંકેત આપી રહ્યા છીએ.

આ પણ વાંચો – કપિલ શર્મા ફરી વિવાદમાં / સ્મૃતિ ઈરાનીને ઓળખી ન શક્યા કપિલ શર્મા શોના ગાર્ડ? કેન્દ્રીય મંત્રીએ ગુસ્સામાં કર્યું આવું…

આપને જણાવી દઇએ કે, બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCR પ્રદૂષણ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદૂષણનાં સ્તરમાં થોડો સુધારો થયા બાદ દિલ્હી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કોર્ટે દિલ્હી સરકારને આગામી બે દિવસ સુધી રાજધાનીમાં પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે પ્રદૂષણનું પ્રમાણ ઘટતાની સાથે જ તેમણે પ્રતિબંધો કેમ હટાવ્યા? કોર્ટે પૂછ્યું કે જો પવન વધુ ધીમો પડી જશે તો શું થશે? કોર્ટ હવે આ મામલે સોમવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે પ્રદૂષણ કેસની સુનાવણી બંધ કરશે નહીં. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેઓ આ મામલાની સુનાવણી ચાલુ રાખશે અને અંતિમ ચુકાદો આપશે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જ્યારે હવામાન ખરાબ હોય છે, ત્યારે તેના માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવે છે, પરંતુ જરૂર એ છે કે વાયુ પ્રદૂષણ શરૂ થાય તે પહેલાં પગલાં લેવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે, કલ્પના કરો કે આપણે દુનિયાને શું સંદેશ આપી રહ્યા છીએ. કોર્ટે કેન્દ્રને પ્રદૂષણને રોકવા માટેનાં પગલાં ચાલુ રાખવા જણાવ્યું હતું. એમ પણ કહ્યું કે, જો પ્રદૂષણનું સ્તર 100થી નીચે આવે તો પ્રતિબંધો થોડા હળવી થઈ શકે છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા પર મળી મંજૂરી

જણાવી દઈએ કે, આ દિવસોમાં દિલ્હી-NCRની હવામાં ઝેર પ્રસરી રહ્યુ હોય તેવુ વાતાવરણ ઉભુ થયુ છે. તેને જોતા આજે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. જો કે, આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં 21 નવેમ્બર સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કારણ કે અહીં હવા ગુણવત્તા સૂચકાંક 403 હતો. પરંતુ હવે 290 પર પહોંચી ગયો છે. તેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે ખૂબ જ જલ્દી હવામાં સુધારો થશે. જણાવી દઈએ કે વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને કોર્ટે પ્રતિબંધને 26 નવેમ્બર સુધી લંબાવ્યો છે.