હળવદના દેવીપુર ગામની ઘટનાથી અરેરાટી/ ધોરણ 10માં ટકા ઓછા આવવા બાબતે માં-બાપએ ઠપકો આપતા કિશોરીનો આપઘાત

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મહેશભાઈ તારબુંદીયાની 16 વર્ષની દીકરી માધવીને ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોય જેથી તેને મોબાઇલમાં

Gujarat
આપઘાત

@બળદેવ ભરવાડ 

હળવદ : હળવદ તાલુકાના દેવપુર ગામની 16 વર્ષની કિશોરીને માતા- પિતાએ ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોય ભણવામાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને ઘરે જ ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મહેશભાઈ તારબુંદીયાની 16 વર્ષની દીકરી માધવીને ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોય જેથી તેને મોબાઇલમાં ધ્યાન આપો ને બદલે અભ્યાસમાં ધ્યાન દેવા માતા-પિતાએ ઠપકો આપ્યો હતો જે લાગી આવતા માધવીએ આજે તેના ઘરે તેના મમ્મીની સાળી વડે ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે.

બનાવની જાણ પરિવારજનોને તેમજ આજુબાજુમાં રહેતા લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માધવીને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જો કે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત

આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી

આ પણ વાંચોઃ અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ