Not Set/ #લોકડાઉન/ પરપ્રાંતિય લોકો બન્યા ઘરે જવા અધીરા, આ શહેરની કલેક્ટર કચેરીએ જ ઉમટ્યા ટોળા

સરકાર દ્વારા કોરોનાને કારણે આપવામાં આવેલ લોકડાઉનમાં થોડી છુટછાટ અપવાની વાત કરવમાં આવી અને લોકો દ્વારા શરતોને આધિન શું શરતોની દેધનાધન કરીને પોતાની રીતે વર્તન કરવાનું ચાલું કરી દેવામાં આવ્યું હોવાનાં અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ કિસ્સો ભાવનગર શહેરની કલેક્ટર કચેરી પરથી પણ સામે આવી રહ્યો છે. જી હા, ખુલ કલેક્ટર […]

Gujarat Others
fa17beeb4c06433477e7d283a2698177 #લોકડાઉન/ પરપ્રાંતિય લોકો બન્યા ઘરે જવા અધીરા, આ શહેરની કલેક્ટર કચેરીએ જ ઉમટ્યા ટોળા

સરકાર દ્વારા કોરોનાને કારણે આપવામાં આવેલ લોકડાઉનમાં થોડી છુટછાટ અપવાની વાત કરવમાં આવી અને લોકો દ્વારા શરતોને આધિન શું શરતોની દેધનાધન કરીને પોતાની રીતે વર્તન કરવાનું ચાલું કરી દેવામાં આવ્યું હોવાનાં અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ કિસ્સો ભાવનગર શહેરની કલેક્ટર કચેરી પરથી પણ સામે આવી રહ્યો છે. જી હા, ખુલ કલેક્ટર કચેરીમાં જ લોકોના ટોળો ઉમટ્યા હોવની ઘટના બની છે. જો કે, એક રીતે જોવા જઇએ તો આ મામલે આ લોકોનો પણ વાંક કાઢવો નકામો છે. કારણ, કારણ કે આ લોકો પરપ્રાંતિય લોકો છે જે રોજગારીની ખોજમાં ગુજરાત અને ગુજરાતમાંથી પણ અમુક ભાવનગર કે આવા માટો નગરોમાં આવ્યા હોય અને લોકડાઉનનાં કારણેે ફસાય ગયા હોય.

ભાવનગરમાં પણ કલેક્ટર કચેરીએ પરપ્રાંતિયોનાં ટોળા ઉમટી પડયા હતા. લોકડાઉન વચ્ચે કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી આવી લોકડાઉનના લીરા ઉડ્યા જેવો કસ્યા પણ જોવામાં આવ્યો હતો.  ભાવગનરમાં ફસાયેલા પરપ્રાંતિય લોકો વતન પરત જવાની માંગ સાથે કલેકટર કચેરી  પહોંચ્યા હતા. પરપ્રાંતિયોએ પુરતુ રાશન ન મળવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાના માદરે વતન જવાની જીદ પકડી હતી. જો કે મામલાની ગંભીરતા જોઇને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરવામાં આવ્યા હતા. પરંતુ એક રીતે જોવામાં આવે તો, પરપ્રાતિયોમાં આ રોષ અમદાવાદમાં પણ પૂર્વે સામે આવ્યો હતો. જોકે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કરવાની તમામ કોશિશ કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન