ધરપકડ/ ડભોઈ: રેલ્વે પોલીસે પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

ડભોઇ રેલ્વે પોલીસએ પ્રોહીબિસનના ગુનામાં વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો.ઉલ્લેખનીય છે કે ડભોઇ રેલ્વે નવાપુરા માં રહેતા અજય નરેન્દ્ર રાજપૂત છેલ્લા કેટલાય સમય થી વિદેશી શરાબ નો ગેરકાયદેસર વેપલો કરી રહ્યો હતો.જેની બાતમી પોલીસ ને મળતા પોલીસે અજય નરેન્દ્ર રાજપુત પર વોચ રાખી હતી દરમિયાન અજય નરેન્દ્ર રાજપૂત નંબર વગર ની એક્ટિવા સાથે જતા તેની […]

Gujarat
arrest thinkstock ડભોઈ: રેલ્વે પોલીસે પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

ડભોઇ રેલ્વે પોલીસએ પ્રોહીબિસનના ગુનામાં વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો.ઉલ્લેખનીય છે કે ડભોઇ રેલ્વે નવાપુરા માં રહેતા અજય નરેન્દ્ર રાજપૂત છેલ્લા કેટલાય સમય થી વિદેશી શરાબ નો ગેરકાયદેસર વેપલો કરી રહ્યો હતો.જેની બાતમી પોલીસ ને મળતા પોલીસે અજય નરેન્દ્ર રાજપુત પર વોચ રાખી હતી

દરમિયાન અજય નરેન્દ્ર રાજપૂત નંબર વગર ની એક્ટિવા સાથે જતા તેની અટક કરતા આરોપી એક્ટિવા મૂકી સ્થળ પર થી ફરાર થઈ ગયો હતો.જેથી તેની ડીકી ચેક કરતા ડીકી માંથી ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ની કાચ ની ત્રણ બોટલ કિંમત રૂ 1500 મળી આવી હતી.જેથી ગાડી મૂકીને ભાગી છુટેલ આરોપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

જેથી રેલ્વે પોલીસ ના ઉચ્ચ અધિકારી ના આદેશ થી પ્રોહિબિશન ના ગુના માં વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા સૂચના આપી હતી.જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વી.વ્યાસ સાહેબ ના ઓ ના માર્ગદર્શન મુજબ ગતરોજ ડભોઇ રેલ્વે પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ ગોપાલદાસ ભગવાનદાસ ,પો.કો આકાશકુમાર મુકેશભાઈ,તથા લોકરક્ષક હસમુખ છત્રસિંહ નાઓ સાથે રહી વોન્ટેડ નાસતા ફરતા આરોપી જે શોધવા પેટ્રોલિંગ માં હતા. દરમ્યાન પો.કો આકાશકુમાર મુકેશભાઈ ને મળેલી અંગત બાતમી ના આધારે પ્રોહિબિશન એકટ ના વોન્ટેડ આરોપી નરેન્દ્ર સિંહ રાજપૂત રહે નવાપુરા મહુડી ભાગોળ,રેલ્વે ફાટક પાસે ના ને ગતરોજ ઝડપી પાડી આગળ ની વધુ કાર્યવાહી માટે ડભોઇ ટાઉન પોલીસ ને સુપરત કરવામાં આવેલ છે.