ભાજપમાં ભડકો/ બોરસદ નપા.ના BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

ભાજપના ચૂંટાયેલા 20 કાઉન્સીલરોમાંથી 14 કાઉન્સીલરોએ પ્રમુખની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી બોરસદ ભાજપમાં હડકંપ મચી ગયો હતો.

Top Stories Gujarat Others
metro 1 બોરસદ નપા.ના BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
  • આણંદ: બોરસદ નપામાં અવિશ્વાસ દરખાસ્ત મામલો
  • ભાજપના 14 સભ્યો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી
  • BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
  • ભાજપની પાલિકામાં 20 સભ્યો સાથે હતી સત્તા
  • 16 સભ્યો દ્વારા લવાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત
  • BJP સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સત્તા ગુમાવવી પડી હતી
  • વહીપના અનાદરને લઈ ભરાયા શિસ્ત ભંગના પગલાં
  • શોકોઝ નોટિસ બાદ આજે લેવાય કડક પગલાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય હલચલ તેજ બની છે. હાલમાં જ ભાજપે પૂર્વ મીડિયા કન્વીનર કિશન સિંહ સોલંકીને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.  ત્યારે હવે બોરસદ નગરપાલિકામાંથી વધુ 14  જેટલા સભ્યોને પાર્ટી વિરુધ્ધ કાર્યકર્તા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ શાસિત બોરસદ નગરપાલિકામાં શાસક પક્ષના જ કાઉન્સીલરોએ બળવો પોકાર્યો હતો. અને સત્તાધારી પાર્ટીના સભ્યો સાથે મળી વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવી હતી. ભાજપના ચૂંટાયેલા 20 કાઉન્સીલરોમાંથી 14 કાઉન્સીલરોએ પ્રમુખની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી બોરસદ ભાજપમાં હડકંપ મચી ગયો હતો. સભ્યોએ પાર્ટીની વિરુધ્ધ માં ક્રોસ વોટિંગ કરતાં ભાજપને સતત ગુમાવવાનો વારો આવ્યો હતો.  આ 14 સભ્યોને શો કોઝ નોટિસ આપ્યા બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે. તમામ 14 સભ્યોને 6 વર્ષ માટે ભાજપમાં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા 14 કાઉન્સિલરોના નામ :

રિતેશભાઈ પંકજભાઈ પટેલ – વોર્ડ 1
પ્રજ્ઞેશભાઈ જયંતિભાઈ પટેલ – વોર્ડ 1
ભૂમિકાબેન હિરેનભાઈ ગોહેલ – વોર્ડ 1
ભારતીબેન દિનેશભાઈ પરમાર – વોર્ડ 2
મફતભાઈ શનાભાઈ સોલંકી – વોર્ડ 3
અપેક્ષાબેન વીરેન્દ્રસિંહ મહિડા – વોર્ડ 3
ભાવનાબેન જયેન્દ્રસિંહ રાઠોડ – વોર્ડ 3
ભૌતિકકુમાર શૈલેષભાઈ શાહ – વોર્ડ 4
હિનાબેન જીગ્નેશભાઈ ભોઈ – વોર્ડ 4
દિપકભાઈ કનુભાઈ પટેલ – વોર્ડ 5
દીપકકુમાર અંબાલાલ રાણા – વોર્ડ 5
કિરણબેન વિશાલકુમાર પટેલ – વોર્ડ 5
પરાગકુમાર પ્રવીણભાઈ પટેલ – વોર્ડ 6
પીનલબેન તન્મયકુમાર પટેલ – વોર્ડ 6