Cafe-Punishment/ સીસીટીવીના નિયમનો ભંગ, હવે માણશે પોલીસનો ‘સંગ’

સયાજીગંજ પોલીસે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સમ્રાટ અને સાંઈનાથ એવન્યુના પરિસરમાં પોલીસની સૂચનાનું ઉલ્લંઘન કરીને ચાલતા બે કાફેમાં ઓચિંતી તપાસ કરતાં બંને કાફેમાં સીસીટીવી યોગ્ય રીતે લગાવેલા ન હોવાનું જાણવા મળ્યું હતું.

Gujarat Vadodara
Cafe Police સીસીટીવીના નિયમનો ભંગ, હવે માણશે પોલીસનો 'સંગ’

વડોદરાઃ સયાજીગંજ પોલીસે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સમ્રાટ અને સાંઈનાથ એવન્યુના પરિસરમાં પોલીસની સૂચનાનું ઉલ્લંઘન કરીને ચાલતા બે કાફેમાં ઓચિંતી તપાસ કરતાં બંને કાફેમાં સીસીટીવી યોગ્ય રીતે લગાવેલા ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જાહેરનામાનો ભંગ થતો જણાયો તો બંને કાફેના સંચાલકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સ્પા અને કોફી શોપ, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેમાં બંધ કેબિનો બનાવવા પર પ્રતિબંધ અને સીસીટીવી કેમેરા લગાવવા ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં કેટલાક સંચાલકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગત રોજ સયાજીગંજ પોલીસે જુદી જુદી ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા મસાજ સ્પા અને કાફેમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ફતેગંજ વિસ્તારમાં સમ્રાટ બિલ્ડીંગના ભોંયરામાં આવેલી દુકાન નંબર એસબી-5માં આવેલ કે હાઈવે કાફે અને સાંઈનાથ એવન્યુ બિલ્ડીંગની દુકાન નંબર એબી-1માં આવેલ સિક્રેટ કાફેમાં ચેકીંગ કરાયું હતું.

કેફેમાં સીસીટીવી કેમેરા યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હતા. બંને કાફે સંચાલકો રાહુલ નાનજીભાઈ પરમાર (23 વર્ષ રહે. M.N.-5 અમનનગર TP.13 પાણીની ટાંકી પાસે, છાણી જકાતનાકા) અને ભરત કાવાભાઈ ભરવાડ (24 વર્ષ રહે. ભરવાડ વાસ, ફતેગંજ નવયુગ સ્કૂલ પાસે, ફતેગંજ વડોદરા) છે. કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 સીસીટીવીના નિયમનો ભંગ, હવે માણશે પોલીસનો 'સંગ’


 

આ પણ વાંચોઃ Destruction In Israel/ ગાઝા-લેબનોન નહીં પરંતુ ઈઝરાયેલમાં વિનાશ કરવા અહીંથી ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી, હુમલામાં અમેરિકન યુદ્ધ કાફલો નિષ્ફળ

આ પણ વાંચોઃ Reliance Brands/ ઈશા અંબાણી તેના આ કર્મચારીને આપી રહી છે દિવસનો લાખ રૂપિયા પગાર, જાણો કોણ છે આ કર્મચારી

આ પણ વાંચોઃ World Tourist Village/ ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?