ગુજરાત/ ‘માથું ધડથી અલગ’ લખેલો પત્ર ફેંક્યો… પછી શંકરાચાર્ય મઠના દરવાજા પર લગાવી આગ, પૂજારીને આપી ધમકી

ભરૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 22T141119.081 'માથું ધડથી અલગ' લખેલો પત્ર ફેંક્યો... પછી શંકરાચાર્ય મઠના દરવાજા પર લગાવી આગ, પૂજારીને આપી ધમકી

Bharuch News: ભરૂચ (Bharuch)માં શુક્રવારે સવારે એક વ્યક્તિએ શંકરાચાર્ય મઠમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેણે પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીએ મઠમાં એક ચિઠ્ઠી ફેંકી હતી, જેમાં ‘માથું ધડથી અલગ’ લખેલું હતું. આ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ભરૂચના એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતીમાનકર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ધાર્મિક સંસ્થા નર્મદા નદીના કિનારે નવચોકી ઓવારા વિસ્તારમાં આવેલી છે. અહીં સવારે સાડા પાંચ વાગ્યે એક વ્યક્તિએ આશ્રમના દરવાજા પર આગ લગાડવાના ઈરાદાથી કોઈ સામગ્રી ફેંકી દીધી હતી. આ કાર્યવાહી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એસપીએ કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કાળા કપડા અને સફેદ ટોપી પહેરેલ એક વ્યક્તિ મઠના દરવાજા તરફ કંઈક ફેંકી રહ્યો છે. તે દરવાજા પાસે જાય છે, પછી તેને આગ લગાડે છે. દરવાજાને આગ લગાડતા પહેલા તેણે કાગળના ત્રણ-ચાર ટુકડા ફેંક્યા.

જ્યારે પૂજારીએ જોયું તો તેમને પેપરમાં ધમકી આપવામાં આવી હતી. આ પછી પૂજારીએ પોલીસને મામલાની જાણકારી આપી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મઠમાં જે કાગળ ફેંક્યો હતો તેમાં ‘ગુસ્તાક પીરની સજા, માથું ધડથી અલગ’ લખેલું હતું. મઠના પૂજારી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પરિસરમાં હતા. શંકરાચાર્ય મઠ અને તેની આસપાસના બે મંદિરો દ્વારકા શારદા પીઠ હેઠળ આવે છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મુખ્ય ‘પીઠો’માંથી એક છે.

મઠના પૂજારી મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે હું સવારે લગભગ 5 વાગ્યે નજીકના મંદિરમાં પ્રાર્થના કરીને મઠમાં પાછો ફર્યો ત્યારે મારા પાડોશી દિલીપ દવે દોડી આવ્યા અને મને કહ્યું કે એક વ્યક્તિ મઠના દરવાજા પર કેટલીક વસ્તુઓ ફેંકી રહ્યો છે. તેણે દરવાજામાં આગ લગાડી, જે મેં પાછળથી બુઝાવી દીધી. તેણે ત્યાં જઈને જોયું તો ત્યાં કોઈ હાજર નહોતું.

આ પછી, જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે એક વ્યક્તિ નદીના કિનારેથી પરિસરમાં પ્રવેશ્યો હતો અને મઠ અને મંદિર તરફ કેટલીક સામગ્રી ફેંકી હતી. તેણે કેટલાક કાગળના ટુકડા પણ દરવાજા તરફ ફેંક્યા. એ કાગળો પર ‘માથું ધડથી અલગ’ લખેલું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ

આ પણ વાંચો:ઈલેક્ટોરલ બોન્ડ કોણે ખરીદ્યા, ક્યા પક્ષે રોકડ કર્યા… જુઓ ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ સંપૂર્ણ ડેટા