Not Set/ ભારત પોતાના અનામત જથ્થામાંથી આટલું ઓઈલ કરશે રિલીઝ

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલ….

Top Stories India
ઓઈલ

ભારત તેના ક્રૂડ ઓઇલના અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલનો જથ્થો રિલિઝ કરશે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધી રહ્યા હોવાથી ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકાર આ અનામત ક્રૂડ ઓઇલનો જથ્થો રિલિઝ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :શહીદ પુત્ર માટે શૌર્ય ચક્ર લેતા રડી પડી માતા, આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા બિલાલ

આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં ઉત્તર પ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ સરકાર માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા સંજોગોમાં દિવાળી પૂર્વે મોદી સરકારે પેટ્રોલમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10નો ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપી હતી. હવે કેન્દ્ર સરકારે લોકોને વધુ રાહત આપવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો હોવાનું સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે વિશ્વના મોટાભાગના દેશો પરેશાન છે ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત, ચીન, જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નીચા લાવવા માટે ક્રૂડ ઓઈલના તેમના વ્યૂહાત્મક અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં ઠાલવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત તેના અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાંથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો :બબીતા ફોગોટે કર્યા પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર…

ભારત પાસે પૂર્વ અને પશ્ચિમ દરિયા કાંઠે આવેલા સ્થળોએ ક્રૂડ ઓઇલના અનામત જથ્થાનો સંગ્રહ કરવાની સુવિધા છે. ભારત આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને કર્ણાટકમાં વ્યૂહાત્મક રીતે ત્રણ જગ્યાએ અનામત જથ્થાનો સંગ્રહ કરવાની અન્ડરગ્રાઉન્ડ સુવિધા ધરાવે છે, જ્યાં 3.8 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અથવા 53.3 લાખ ટન જથ્થાનો સંગ્રહ થઈ શકે છે. સરકાર આ જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરશે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સરકારી સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું કે, આ જથ્થો ક્યારે રિલિઝ કરાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ આગામી 7થી 10 દિવસમાં આ જથ્થો રિલિઝ થવાની શક્યતા છે. અમેરિકા સહિતના દેશો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અનામત જથ્થામાંથી ક્રૂડ રિલિઝ કરવા અંગે નિર્ણય લેવાશે. ભારતના 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરશે તો સામે અમેરિકા તેના વ્યૂહાત્મક જથ્થામાંથી અંદાજે પાંચ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરે તેવી શક્યતા છે. અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ મેંગલોર રીફાઈનરી અને ભારત પેટ્રોલીયમને આપવામાં આવશે.

આ પણ વાંચો :અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર સાધ્યું નિશાન…

જોકે,  આ જથ્થો બજારમાં આવવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવા અંગે નિષ્ણાતોમાં મતભેદ છે. એક અભ્યાસ મુજબ ભારતમાં ક્રૂડ ઓઈલનો સરેરાશ દૈનિક વપરાશ 48 લાખ બેરલ છે. તેની સામે છૂટો થનારો 50 લાખ બેરલનો જથ્થો એક કે વધુમાં વધુ બે દિવસ જ રક્ષણ આપી શકે એમ છે એટલે એનાથી ગ્રાહકોને સીધો ફાયદો થાય એવી આશા રાખવી વધારે પડતી ગણાશે.

આ પણ વાંચો :ભાજપે BCCIને “હલાલ’ મીટ મામલે શું કહ્યું જાણો…

આ પણ વાંચો : કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે આપ્યું વિવાદિત નિવેદન જાણો શું કહ્યું…