Not Set/ અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે

અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિઝિટલ બની છે. શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા શહેરીજનો પાસેથી હવે POS મશીન દ્વારા દંડ વસુલવાનો શરૂ કરાયો છે. જેથી હવે કોઈ દંડ ન ભરવા માટે કેશ નથી તેવા બહાના નહીં કરી શકે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ ટ્રાફિક પોલીસ

દેશ સહિત રાજ્યમાં તમામ ક્ષેત્રમાં ડિઝિટલાઈઝેશન થઈ રહ્યું છે.  ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિઝિટલ બની છે. શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા શહેરીજનો પાસેથી હવે POS મશીન દ્વારા દંડ વસુલવાનો શરૂ કરાયો છે. જેથી હવે કોઈ દંડ ન ભરવા માટે કેશ નથી તેવા બહાના નહીં કરી શકે.

 મશીન દ્વારા વસૂલવાની શરૂઆત

કેશ નહીં હોવાના બહાના નહીં ચાલે

રોકડના અભાવે હવે નહીં છોડાય વાહનચાલકોને

એક સમયે ટ્રાફિકના નિયમો પાળવાની વાત આવતી હતી ત્યારે અમદાવાદીઓનો નંબર છેલ્લે આવતો હતો.  ધીમે ધીમે સમયની સાથે લોકોમાં ટ્રાફિકને લઈ જાગૃતિ તો આવી છે. પરંતુ કોરોના કાળ બાદ ઘણાં લોકો જાણે કે બેદરકાર થઈ ગયા હોય તેમ નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવી રહ્યા છે. અમદાવાદ જેવા મહાનગરમાં વર્ષ 2017માં ઈ-ચલણ સિસ્ટમ શરૂ કરાઈ છે. જેમાં શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિકનાં નિયમોના ભંગ કરનારાને ઈ-મેમો મોકલાય છે. પરંતુ તેમા ચલણનાં દંડ ભરવામાં અમદાવાદીઓની નિરસતા જોતા પોલીસે POS મશીન વિકસાવી ડિજિટલ માધ્યમથી દંડ વસૂલવાનુ શરૂ કર્યુ છે.

kabul airport 16 અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે

પહેલાના સમયમાં વાહનચાલકોને પોલીસ રોકતી હતી તો, પૈસા નથી એવા અવનવા બહાના બનાવીને દંડ ભરવાથી બચવાનો પ્રયત્ન કરતા હતા. અમદાવાદમાં હાલ ટ્રાફિક પોલીસને 200 POS મશીન આપવામાં આવ્યા છે. જેમાંથી 135 મશીન થકી દંડ વસૂલવાની શરૂઆત કરવામાં આાવી છે. શહેરમાં આ મશીનથી દંડ ભરાવવાનું શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં 27 લાખ 47 હજાર 700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ મશીન સિવાય રોકડમાં 59 લાખ 74 હજાર 400 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.

હેડર-ડિઝિટલ બની ટ્રાફિક પોલીસ

ટ્રાફિક પોલીસને 200 POS મશીન અપાયા

135 POS મશીન થકી દંડ વસૂલવાનું શરૂ

અત્યાર સુધી રૂ.27,47,700નો દંડ વસૂલાયો

રોકડમાં 59,74,400નો દંડ વસૂલવામાં આવ્યોkabul airport 17 અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે

છેલ્લા એક વર્ષમાં 5 કરોડથી પણ વધુ લોકોએ દંડ મોબાઈલ એપથી દંડ ભર્યો છે. ત્યારે યુવાનો ડિઝિટલ માધ્યમને આવકારી રહ્યા છે. પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હાલ સમયની સાથે પોલીસ પણ ડિજિટલ થઈ રહી છે અને આવનાર સમયમાં લોકો ક્યૂઆર કોડ થકી પણ દંડ ભરી શકે તેવું આયોજન કરાઈ રહ્યું છે.

રાજકીય રંગ / Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું

ગુજરાત / ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત