Not Set/ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો, પેટ્રોલ આવ્યું 70 રૂપિયાની નીચે

ઇન્ટરનેશનલ લેવલ પર ક્રુડ ઓઈલનાં ભાવમાં થતાં ફેરફારને કારણે સતત ચોથા દિવસે ફયુલનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશનાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 18 -23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 70 રૂપિયાની નીચે આવ્યું છે. પ્રતિ લીટર પેટ્રોલ 70 રૂપિયાથી ઓછા ભાવમાં 69.86 રૂપિયામળી રહ્યું છે. જયારે દિલ્લીમાં ડીઝલ […]

Top Stories India Business
petrol1 reuters small 1 સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો, પેટ્રોલ આવ્યું 70 રૂપિયાની નીચે

ઇન્ટરનેશનલ લેવલ પર ક્રુડ ઓઈલનાં ભાવમાં થતાં ફેરફારને કારણે સતત ચોથા દિવસે ફયુલનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશનાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 18 -23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 70 રૂપિયાની નીચે આવ્યું છે. પ્રતિ લીટર પેટ્રોલ 70 રૂપિયાથી ઓછા ભાવમાં 69.86 રૂપિયામળી રહ્યું છે.

જયારે દિલ્લીમાં ડીઝલ 64 રૂપિયાથી નીચે આવ્યું છે. સોમવારે દિલ્લીમાં ડીઝલનો ભાવ 63.83 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં આજે પેટ્રોલ 21 પૈસા સસ્તું થઈને 75.48 રૂપિયા પ્રતિ લીટર પર પહોચ્યું છે. જયારે ડીઝલ રવિવારની સરખામણીએ 19 પૈસા સસ્તું થયું છે. સોમવારે ડીઝલનો ભાવ 66.79 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈમાં 22 પૈસાનો ઘટાડો થયો છે પેટ્રોલનાં ભાવમાં રવિવારનાં ભાવની સરખામણીએ. આજે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 72.48 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલ આજે 20 પૈસા ઘટીને 67.38 રૂપિયા પ્રતિ લીટર પર પહોચ્યું છે.