કેરળ/ સબરીમાલા મંદિરના દ્વાર ફરી ખૂલ્યા, ભારે વરસાદને કારણે બંધ કરાયા હતા

ભારે વરસાદને કારણે કેરળમાં પંબા જેવી મોટી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે.

India
Untitled 288 2 સબરીમાલા મંદિરના દ્વાર ફરી ખૂલ્યા, ભારે વરસાદને કારણે બંધ કરાયા હતા

સબરીમાલા મંદિરના દર્શન માટે ફરી એકવાર ભક્તોની યાત્રા શરૂ થઈ ગઈ છે, કેરળ અને કેટલાક પડોશી રાજ્યોમાં અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને, મંદિર સત્તાવાળાઓએ શુક્રવારે સબરીમાલા ખાતે અયપ્પા મંદિરની યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો,જો  પથાનમથિટ્ટા જિલ્લા વહીવટીતંત્રે શનિવારે શ્રદ્ધાળુઓને ટેકરીઓ પર જવાની મંજૂરી આપી હતી .

આ પણ  વાંચો :બનાસકાંઠા / ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને જીપવચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત થયું

 ભારે વરસાદને કારણે કેરળમાં પંબા જેવી મોટી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જો કે, મંદિરની આસપાસના પહાડી વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિને જોતા, મંદિર સત્તાવાળાઓએ શનિવારે યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો ;સગીરા પર દુષ્કર્મ /  સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

માહિતી અનુસાર, જેમણે નીલક્કલમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને સબરીમાલા જઈને પૂજા કરવાની મંજૂરી પણ આપી હતી. શનિવારે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ અય્યર અને સબરીમાલાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અર્જુન પાંડિયન વચ્ચે યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડને કારણે સરકારે આ વખતે ‘વર્ચ્યુઅલ’ કતાર સિસ્ટમ દ્વારા દરરોજ માત્ર 30 હજાર શ્રદ્ધાળુઓને જ દર્શન કરવાની મંજૂરી આપી છે.