Not Set/ માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારને અબજો રૂપિયાની આવક

જ્યાં સરકારના જાહેર કાર્યક્રમ થાય છે. રાજકીય મેળાવડા કે પછી જાહેર સભાઓ થાય છે ત્યાં પોલીસ માસ્ક ન પહેરનાર રાજકીય લોકો પાસેથી દંડ વસુલતી નથી. રાજકીય કાર્યક્રમમાં પોલીસની હાજરી હોવા છતાં માસ્કના નિયમનું પાલન કરાવવામાં પોલીસ નીરસ જોવા મળી છે.

Gujarat Others Trending
માસ્કને માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારને અબજો રૂપિયાની આવક

રાજ્યમાં કોરોનાને અટકાવવા નિતનવા પગલાં રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યા હતા. જેમા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું. માસ્ક ન પહેરનાર લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ પ્રમાણે 1,000 રૂપિયા દંડ વસુલ કરવામાં પણ આવે છે. પરંતુ કેટલીક જગ્યા એ દંડ વસુલવાની બે  ધારી નીતિ જોવા મળી છે. ત્યારે આ માસ્કને લઈને કેટલો દંડ વસુલાયો આવો જોઇયે

  • રાજ્યમાં કોરોનાનો કોહરામ યથાવત
  • કોરોના સામે લડવા લીધા રાજ્યોએ પગલા
  • સોશિયલ ડિસ્ટન્સનો બનાવ્યો નિયમ
  • માસ્ક પહેરવું કર્યું ફરજિયાત
  • માસ્ક ન પહેરનારને રૂ.1 હજારનો કર્યો દંડ

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું. પોલિસ જાહેર રસ્તાઓ, મોલ, સીનેમાગૃહો, જાહેર સ્થળો પર માસ્ક વિનાના લોકો પાસેથી દંડ વસૂલી રહી છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે માસ્ક ન પહેર્યું હોય તો તેને ડિજિટલ મેમો પણ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યાં સરકારના જાહેર કાર્યક્રમ થાય છે. રાજકીય મેળાવડા કે પછી જાહેર સભાઓ થાય છે ત્યાં પોલીસ માસ્ક ન પહેરનાર રાજકીય લોકો પાસેથી દંડ વસુલતી નથી. રાજકીય કાર્યક્રમમાં પોલીસની હાજરી હોવા છતાં માસ્કના નિયમનું પાલન કરાવવામાં પોલીસ નીરસ જોવા મળી છે.

મનપા વિસ્તારમાં વસુલવામાં આવેલો દંડ

શહેર   દંડની રકમ (રૂપિયામાં)

અમદાવાદ  65,78,56,700/-

વડોદરા  17,61,39,000/-

સુરત  26,80,07,700/-

રાજકોટ મનપા 29,88,86,800/-

ગાંધીનગર 4,09,41,200/-

જામનગર 8,32,47,600/-

જૂનાગઢ 4,43,17,800/-

ભાવનગર 9,04,22,000/-

માસ્કના દંડને લઈને લોકોમાં મોટી નારાજગી પણ જોવા મળી હતી. પોલીસ દુકાનોમાં અને મોલમાં જઈને જબજસ્તી દંડ વસુલતી હોય તેવી ઘટનાઓ સામે આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં વેપારી મંડળ દ્વારા માસ્ક દંડ ને લઈને રજૂઆતો પણ થઈ હતી. વિજય રૂપાણી સરકાર સામે લોકોની નારાજગી સામે આવતા માસ્કના દંડ વસુલવામાં થોડી છૂટ છાટ આપવામાં આવી હતી.  સરકારે હાઇકોર્ટમાં પણ માસ્ક દંડ ઓછો કરવા બાબતે અરજી કરવાનું નક્કી કર્યું હતું. જો કે આ પ્રકારના નિર્ણયો સરકાર કોઈ ચૂંટણી આવવાની હોય ત્યારે પ્રજાને ખુશ કરવા માટે લેતી હોય છે પણ તેનો કોઈ ચોક્કસ નિર્ણય લાંબા સમય સુધી આવતો નથી.

માસ્કનો લઈને હાલ તો સરકારને 2 અબજ 93 લાખની આવક થઈ છે. મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને છેલ્લે માસ્કન દંડનો બીજો પ્રજાએ ઉઠાવવો પડી રહ્યો છે. માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારની તિજોરી ભરાઈ રહી છે

Sports / અદ્ભુત સ્પિનર, 12 ઓવર ફેંકી અને આખી ટીમને ઓલઆઉટ કરી દીધી

રાજસ્થાન / ગેહલોત કેબિનેટનું પુનર્ગઠન, 15 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકે શપથ

ગુજરાત / પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે કોઇ મતભેદ નહીં : પૂર્વ સી.એમ રૂપાણીની સ્પષ્ટતા

Sri Lanka vs West Indies / મેચ દરમિયાન મોટી દુર્ઘટના, ખેલાડીને વાગ્યો બોલ, સ્ટ્રેચર પર લઇ જવાયો હોસ્પિટલ