India-Israel/ ભારતે નિભાવી મિત્રતા, યુદ્ધ સ્થિતિ છતાં વધુ 6 હજાર કામદારો જશે ઇઝરાયેલ

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં લગભગ 18 હજાર ભારતીયો ઇઝરાયેલમાં રહે છે, જેમાં વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ, કામદારો અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે

Top Stories India
Beginners guide to 3 ભારતે નિભાવી મિત્રતા, યુદ્ધ સ્થિતિ છતાં વધુ 6 હજાર કામદારો જશે ઇઝરાયેલ

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં લગભગ 18 હજાર ભારતીયો ઇઝરાયેલમાં રહે છે, જેમાં વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ, કામદારો અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચે 6 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ-મે 2024માં 6 હજાર ભારતીયો ઈઝરાયેલ જશે. તેઓ અહીં કામદારોની અછતને પૂરી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડિસેમ્બરમાં 800થી વધુ ભારતીયો નોકરી માટે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના હતા.

વાસ્તવમાં, મે 2023 માં, ઇઝરાયેલ અને ભારત વચ્ચે લેબર ફોર્સ અંગે એક કરાર થયો હતો. આ અંતર્ગત 42 હજાર ભારતીય કામદારો ઈઝરાયેલમાં કામ કરવા જઈ રહ્યા હતા. ડિસેમ્બરમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ પીએમ મોદી સાથે યુદ્ધને લઈને ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારતીય શ્રમિકોને ઈઝરાયેલ મોકલવાના કરારને ઝડપી બનાવવા માટે સમજૂતી થઈ હતી.

Israel Labour Shortage; India-Israel Workers Agreement | Hamas conflict |  जंग के बीच 6 हजार भारतीय इजराइल जाएंगे: वहां श्रमिकों की कमी पूरी करेंगे;  दिसंबर में 800 से ज्यादा ...

વિદેશ મંત્રાલયે આપી માહિતી

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલમાં કામદારો લોખંડ બાંધવા, ફ્લોર-ટાઇલ્સ સેટિંગ, પ્લાસ્ટરિંગ અને સુથારકામ જેવા કામ કરે છે. તેમને ભારત કરતાં 5 ગણો વધુ પગાર મળે છે. ઇઝરાયેલ સરકારની એજન્સી પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટીએ ભારતમાંથી જનારા કામદારો માટે પગારનું માળખું બહાર પાડ્યું છે. આ હિસાબે તેમને દર મહિને 1.37 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે. ભારતમાંથી ફક્ત તે જ કામદારોને ઇઝરાયેલ મોકલવામાં આવશે જેમની પાસે મિકેનિકલ અથવા કન્સ્ટ્રક્શન ટ્રેડમાં ડિપ્લોમા છે.

ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલય (PMO), નાણા મંત્રાલય અને બાંધકામ અને આવાસ મંત્રાલય દ્વારા ચાર્ટર ફ્લાઇટ્સ પર સબસિડી આપવાના સંયુક્ત નિર્ણયને પગલે એર શટલ દ્વારા ઇઝરાયેલ લાવવામાં આવતા વિદેશી કામદારોની આ સૌથી મોટી સંખ્યા છે , ઇઝરાયેલ સરકારે જારી એક નિવેદનમાં જણાવ્યું હતું.  6 હજાર ભારતીયોના ઇઝરાયેલ પહોંચવાના નિર્ણય પર ઇઝરાયેલ સરકારે કહ્યું કે, “ઇઝરાયેલમાં બાંધકામ ક્ષેત્ર માટે ટૂંકા સમયમાં આવનારા વિદેશી કામદારોની આ સૌથી મોટી સંખ્યા છે.

7 ઓક્ટોબરે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી, ઇઝરાયેલે ત્યાં કામ કરતા પેલેસ્ટિનિયનોની વર્ક પરમિટ નકારી કાઢી હતી. તે સમયે, લગભગ 80 હજાર પેલેસ્ટિનિયન મજૂરો ઇઝરાયેલના બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા હતા. તેમના ગયા પછી, ઇઝરાયેલમાં મજૂરોની અછત હતી. ઈઝરાયેલના જીડીપી પર તેની સીધી અસર પડવાનો ભય હતો. બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ, ઈઝરાયેલના નાણા મંત્રાલયે આશંકા વ્યક્ત કરી હતી કે બાંધકામ ઉદ્યોગમાં સ્થગિત થવાને કારણે ઈઝરાયેલની જીડીપી 3% ઘટી શકે છે.

શા માટે જાય છે કામદારો ઇઝરાયેલ

બધા કામદારો જાણે છે કે ઈઝરાયેલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, છતાં તેઓ ત્યાં જઈ રહ્યા છે. લખનૌની ડૉ. શકુંતલા મિશ્રા નેશનલ રિહેબિલિટેશન યુનિવર્સિટીના એકેડેમિક ડીન પ્રોફેસર એ.પી. ત્રિપાઠી જણાવે છે કે ભારતમાં કામદારો માટે આટલો પગાર મેળવવો અસંભવ છે. કારણ કે ભારતીય કામદારોને ઈઝરાયેલમાં દર મહિને 1.37 લાખ રૂપિયા મળે છે જે  ભારતમાં મેળવવા અશક્ય છે. કામદારોને ભારતમાં એક દિવસ કામ મળે અને એક ના પણ મળે. આથી જ ઇઝરાયલમાં યુદ્ધ સ્થિતિના કારણે જીવનું જોખમ હોવા છતાં કામદારો ઇઝરાયેલ જઈ રહ્યા છે.  કારણ કે  યુદ્ધ પછી બાંધકામનું કામ ઝડપથી થાય છે. ઇઝરાયેલમાં હાલમાં પુનઃનિર્માણનો તબક્કો ચાલી રહ્યો છે, તેથી આગામી સમયમાં ત્યાં કામદારોની માંગ વધશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના