Not Set/ કેવડિયા અને ગરૂડેશ્વરના 13 ગામના અસરગ્રસ્તોને જમીન અથવા રોકડ વળતર અપાશે

અમદાવાદ: કેવડિયા કોલોની ખાતેના છ ગામ તેમજ ગરૂડેશ્વર  વિયરના કારણે ડૂબમાં જતાં સાત ગામના અસરગ્રસ્તોને પેકેજ આપવાની બાબતમાં નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત (૧) જે ખાતેદારો જમીનને બદલે જમીન લેવા માંગતા હોય તેમને જમીન ફાળવવામાં આવશે. જયારે (ર) જે ખાતેદારો હેકટરદીઠ રૂ.૭,પ૦,૦૦૦નું વળતર લેવા માંગતા […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Land or cash compensation will be given to affected people of 13 villages of Kevadia and Garudeshwar

અમદાવાદ: કેવડિયા કોલોની ખાતેના છ ગામ તેમજ ગરૂડેશ્વર  વિયરના કારણે ડૂબમાં જતાં સાત ગામના અસરગ્રસ્તોને પેકેજ આપવાની બાબતમાં નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંતર્ગત (૧) જે ખાતેદારો જમીનને બદલે જમીન લેવા માંગતા હોય તેમને જમીન ફાળવવામાં આવશે. જયારે (ર) જે ખાતેદારો હેકટરદીઠ રૂ.૭,પ૦,૦૦૦નું વળતર લેવા માંગતા હોય તેવા ખાતેદારોને રોકડ સ્વરૂપમાં વળતર આપવામાં આવશે.

આ ગામોના અસરગ્રસ્તોને અપાયેલ પેકેજનો લાભ ગુજરાત સરકારના તા.ર૮/૧૧/ર૦૧૩ અને તા.૬/૧/ર૦૧પના ઠરાવોની જોગવાઈઓ અંગે પુનઃ વિચારણા કરીને ઉપર મુજબના ફેરફાર કરી નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉના તા.ર૮/૧૧/ર૦૧૩ અને તા.૬/૧/ર૦૧પની પેકેજ સંબંધી ઠરાવની અન્ય જોગવાઈઓને યથાવત રાખવામાં આવી છે.

હાલમાં આ ગામોને તા.ર૮/૧૧/ર૦૧૩ અને તા.૬/૧/ર૦૧પના ઠરાવની જોગવાઈઓ મુજબ પેકેજનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ આ ગામના અસરગ્રસ્તોએ રોકડ વળતરની જગ્યાનએ જમીનના બદલે જમીન લેવાનું પસંદ કરવામાં માંગતા હતા.

આથી આવા અસરગ્રસ્તો કે જે જમીન લેવા માંગતા હોય, તેમને સરદાર સરોવર નર્મદા નિગમની લેન્ડ બેન્કમાંથી જમીન આપવામાં આવે તેવી અસરગ્રસ્તોની માગણી હતી. આ માંગણી અંગે ગુજરાત સરકાર દ્વારા પુખ્ત વિચારણા કરીને ઉપરોકત નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તા. 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતેના સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ અનાવરણ કાર્યક્રમ બાદ સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે. આ પ્રતિમાના અનાવરણ પ્રસંગે દેશ-વિદેશમાંથી અનેક રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.