Gujarat/ રાજ્યમાં ખાવાપીવાના શોખીનો માટે શું છે રાહતના સમાચાર ?

દેશમાં ખાવા પીવાની વાત આવે એટલે ગુજરાતીઓનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ગુજરાતીઓ જેટલા ખાવા પીવાના શોખીન છે કદાચ જ એટલા બીજા લોકો શોખીન હશે. જીભ ઉપર ચટકો લગાડવા માટે તીખી વસ્તુ હોય કે મોઢું મીઠું કરવા માટેની કોઈ સારામાં સારી સ્વીટ હોય તમામની પાછળ રૂપિયા ખર્ચીને તે વસ્તુની ખરીદી કરીને તેને ઘરે લાવતા […]

Top Stories Ahmedabad Gujarat
street food રાજ્યમાં ખાવાપીવાના શોખીનો માટે શું છે રાહતના સમાચાર ?

દેશમાં ખાવા પીવાની વાત આવે એટલે ગુજરાતીઓનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ગુજરાતીઓ જેટલા ખાવા પીવાના શોખીન છે કદાચ જ એટલા બીજા લોકો શોખીન હશે. જીભ ઉપર ચટકો લગાડવા માટે તીખી વસ્તુ હોય કે મોઢું મીઠું કરવા માટેની કોઈ સારામાં સારી સ્વીટ હોય તમામની પાછળ રૂપિયા ખર્ચીને તે વસ્તુની ખરીદી કરીને તેને ઘરે લાવતા હોય છે અને પોતાના પરિવારજનોની સાથે તેનો લ્હાવો માળતાં હોય છે અને એટલે જ ગુજરાતના તમામ શહેરોમાં મોટાભાગે ખાવા પીવાની દુકાનો અને રેસ્ટ્રોરન્ટ આવેલી છે અને સાંજના સમયથી લઈને મોડી રાત સુધી પણ ખાવા પીવાની દુકાનો ખુલ્લી રહેતી હોય છે.

જોકે,કોરોના કાળને કારણે હોટેલ રેસ્ટ્રોરન્ટના ધંધા ઉપર જાણે કે ગ્રહણ લાગ્યો હોય તેમ તેમના ધંધામાં મંદીના મોજા ફરી વળ્યાં છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેર જેવા મહાનગરોમાં પહેલા રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ હતો. પછી થોડીક રાહત સરકારે આપીને કર્ફયુનો સમય 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યાનો કર્યો હતો.

રાત્રી કર્ફયુ જ્યારથી લાગ્યો ત્યારથી આ ચાર મહાનગરોમાં લોકો કોરોના અને કાયદાની બીકથી ઘરેથી બહાર નીકળવાનું ટાળતા હતા. અને રાત્રે 9.30 વાગ્યા સુધી લોકો પોતાના ઘરે પહોંચી જવાની કોશિશ કરતા હતા કેમકે પછી પાછળથી 10 વાગે કર્ફયુ લાગુ થતો હોવાને લીધે પોલીસ કાર્યવાહી કરશે તે વિચારીને ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હતા.અને તેના કારણે હોટેલ રેસ્ટ્રોરન્ટ ના ધંધા પડી ભાગ્યા હતા.

હોટેલ રેસ્ટ્રોરન્ટના માલિકોએ રાજ્ય સરકારને અનેક વાર રજુઆત કરી હતી કે રાત્ર્રી કર્ફયુ હટાવી લેવામાં આવે અથવા કર્ફયુનો સમય રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવે જેથી રાત્રે લોકો ખાવા પીવા માટે બહાર નીકળી શકે અને તેમનો ખાવા પીવાનો ધંધો ચાલી શકે.

રાજ્ય સરકારે હોટેલ રેસ્ટ્રોરન્ટના માલિકોની રજુઆત ઉપર ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્યની અંદરથી કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થતા રાજ્ય સરકારે કર્ફયુના સમયમાં એક કલાકની રાહત આપી છે. રાત્રી કર્ફયુનો સમય રાતના 11 વાગયાથી લઈને સવારના 6 વાગયા સુધીનો કરી દેતા હોટેલ રેસ્ટોરન્ટના માલિકોને થોડીક હદ સુધી રાહત મળી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો