IPL 2022/ IPLની ફાઇનલમાં રાજસ્થાને ગુજરાતને 131 રનનો આપ્યો ટાર્ગેટ, હાર્દિક પંડ્યાએ લીધી 3 વિકેટ

IPL 2022ની ફાઇનલ મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

Top Stories Sports
1 5 1 IPLની ફાઇનલમાં રાજસ્થાને ગુજરાતને 131 રનનો આપ્યો ટાર્ગેટ, હાર્દિક પંડ્યાએ લીધી 3 વિકેટ

IPL 2022ની ફાઇનલ મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાનની બેટિંગની કમર તોડી નાખી હતી. જોસ બટલર, સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.  રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી હતી.

પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય આર સાઈ કિશોરે બે વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમી, યશ દયાલ અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.