રાજકોટઃ રાજકોટ અમદાવાદ હાઇવે પર માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. આ અકસ્માત ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયો હતો. તેના લીધે ઘટનાસ્થળે જ ત્રણના મોત થયા હતા. આ અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કારનું પતરુ કાપીને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મૃતદેહોની ક્ષતવિક્ષત હાલત જતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવું પણ કપરું હશે. પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમા એક જ કુટુંબના ચારના મોત થયાની ઘટના સામે આવી હતી. પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ કુટુંબના ચાર વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માતમાં પતિપત્ની અને બે બાળકોના મોત થયા હતા.
આ અકસ્માતમાં રસ્તા પર આવેલા ભૂંડને બચાવવા જતાં કાર રોડ સાઇડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. તેમા પાણીના ખાડામાં કાર ડૂબી જવાથી ચારના મોત થયા હતા. તેમા ફાંગલીનું કુટુંબ ચારણકા ખાતે લગ્નમાં જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત નડ્યો હતો.
આ ઉપરાંત પાદરાના જંબુસર હાઇવે ખાતે પણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બેના મોત થયા છે. કારનું ટાયર ફાટતા તેણે બાઇકને હડફેટે લેવાના લીધે આ અકસ્માત સર્જાયો હતો. તેના લીધે બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ