Surendranagar/ દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ ઊભી થવા પામી છે. દિવાળીના તહેવાર ઉપર માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની રહેવા પામી છે.

Gujarat Others
a 158 દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર

  • લીંબડીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું
  • દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર કેનાલ
  • કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી-પાણી
  • ખેતરોમાં પાણી થી ખેડૂતોને મોટા પાયે નુકશાની
  • નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ

આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ ઊભી થવા પામી છે. દિવાળીના તહેવાર ઉપર માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની રહેવા પામી છે. આ બાબતે જાણવા મળતી વિગત મુજબ લીંબડી તાલુકાના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી નર્મદા વિભાગની માઈનોર કેનાલ પસાર થાય છે. આ માઈનોર કેનાલમાં એકાએક ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ ઊભી થવા પામી છે.

આમ શિયાળાના પ્રારંભે જ માઇનોર કેનાલમાં ગાબડા ની ઘટનાથી નર્મદા વિભાગની બેદરકારી સામે સ્થાનિક ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.