રખડતા ઢોરનો આતંક/ નરોડામાં રસ્તે જતી મહિલાને ગાયે લાતોથી ખુંદી, જુઓ CCTV

અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે રસ્તે જતી મહિલાને અડફેટે લીધી હતી અને પગ નીચે ખૂંદી નાખી હતી. ઢોરના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Top Stories Ahmedabad Gujarat
Untitled 224 નરોડામાં રસ્તે જતી મહિલાને ગાયે લાતોથી ખુંદી, જુઓ CCTV

Ahmedabad: રાજ્યભરમાં રખડતા પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે પશુએ લોકોને હડફેટે લેવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે રસ્તે જતી મહિલાને અડફેટે લીધી હતી અને પગ નીચે ખૂંદી નાખી હતી. ઢોરના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે, નરોડા વિસ્તારમાં ઢોરે એક રસ્તે ચાલતી જતી મહિલા પર હુમલો કર્યો હતો. મહિલા ભાગવા જતા પડી જાય છે અને ગાય તેને 20 સેકન્ડ સુધી પગથી રગદોળતી રહે છે. ઢોરે મહિલાને ઘણી લાત પણ મારી હોવાનું સીસીટીવમાં દેખાઇ રહ્યુ છે. જોકે, આ જોઇને આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા અને મહિલાને ગાયના હુમલાથી બચાવી હતી. જે બાદ મહિલાના પતિએ 108ની મદદથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. આ સંપૂર્ણ ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે.

નોંધનીય છે કે, રખડતા ઢોર અંગે ગુજરાત હાઇકોર્ટે અનેકવાર તંત્રની છાટકણી કરી છે. પ્રશ્નો પણ કરાયા છે કે, રખડતા ઢોરની સમસ્યામાં શું સમાધાન મેળવ્યું? હાઇકોર્ટે રખડતા ઢોરોના જે સતત હુમલા થઈ રહ્યા છે. તેના અંગે થતા મૃત્યુ અને અકસ્માત જે અંગે પણ પણ રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પગલાં લઈ રહી નથી. એવી પણ હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ