Covid-19/ RT-PCR ટેસ્ટ પર ઉઠ્યા સવાલ, 20 ટકા ખોટો આવે છે રિપોર્ટ

દેશમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે વધુને વધુ ટેસ્ટ કરવા પણ જરૂરી છે. ત્યારે હાલની સ્થિતિમાં RT-PCR ટેસ્ટ માટે લોકોને 1 થી 2 દિવસની રાહ જોવી પડી રહી છે.

Trending
mmata 117 RT-PCR ટેસ્ટ પર ઉઠ્યા સવાલ, 20 ટકા ખોટો આવે છે રિપોર્ટ

દેશમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે વધુને વધુ ટેસ્ટ કરવા પણ જરૂરી છે. ત્યારે હાલની સ્થિતિમાં RT-PCR ટેસ્ટ માટે લોકોને 1 થી 2 દિવસની રાહ જોવી પડી રહી છે. ત્યારે આ રિપોર્ટ તેમને મળે છે. આ વચ્ચે RT-PCR ટેસ્ટ પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

mmata 118 RT-PCR ટેસ્ટ પર ઉઠ્યા સવાલ, 20 ટકા ખોટો આવે છે રિપોર્ટ

રાજકારણ / સી.આર.પાટિલ વિરૂદ્ધ હાઇકોર્ટ માં થઇ પિટિશન, જાણો કોણે કરી?

જી હા, મળી રહેલી માહિતી અનુસાર, હવે RT-PCR ટેસ્ટ પણ 100 ટકા પરિણામ આપી રહ્યુ નથી. જણાવી દઇએ કે, RT-PCR ટેસ્ટ સતત નવા કોરોના વાયરસને પકડવામાં નિષ્ફળ રહ્યું છે. કોરોના વાયરસ એક છુપાયેલો બહુરૂપિ સાબિત થઇ રહ્યો છે. તેનો નવો સ્ટ્રેન લોકોને ધીમે ધીમે સતત બિમાર કરી રહ્યો છે. હવે સ્થિતિ એવી બની છે કે, વાયરસ શરીરમાં છે, પરંતુ ટેસ્ટ નેગેટિવ આવી રહ્યા છે. RT-PCR ટેસ્ટ પણ હવે 100 ટકા વિશ્વસનીય નથી. જણાવી દઇએ કે, કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં? આ માટે, પ્રથમ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવે છે, જે બતાવે છે કે કોઈ વ્યક્તિ વાયરસનાં સંપર્કમાં આવ્યો છે કે નહીં, જો કે આ ટેસ્ટ બાદ ખાતરી કરવા માટે RT-PCR ટેસ્ટ કરવામા આવે છે. જેનાન પર ભરોસો રાખવામા આવે છે, પરંતુ હવે RT-PCR ટેસ્ટ પણ અંતિમ માપદંડ રહ્યુ નથી.

mmata 119 RT-PCR ટેસ્ટ પર ઉઠ્યા સવાલ, 20 ટકા ખોટો આવે છે રિપોર્ટ

કફોડી સ્થિતિ / સુરતનાં આ સ્મશાન ગૃહમાં એટલા મૃત દેહ અંતિમ ક્રિયા માટે આવ્યા કે હવે લાકડાની પડી ગઇ ખપત

RT-PCR ટેસ્ટનું પરિણામ 20 ટકા ખોટું સાબિત થઈ રહ્યું છે. એટલે કે, દર 5 માંથી એક વ્યક્તિનું ટેસ્ટનું પરિણામ સાચુ નથી. ઘણા રાજ્યોમાં, આવા દર્દીઓ જોવા મળી રહ્યા છે કે જેમને કોરોનાનાં લક્ષણો છે, પરંતુ ટેસ્ટ વારંવાર નેગેટિવ આવી રહ્યો છે. આ કોરોનાની બીજી લહેરનો કહેર છે, પ્રશ્ન એ છે કે ટેસ્ટમાં હવે વાયરસ પકડમાં કેમ આવી રહ્યો નથી?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ