Politics/ સી.આર.પાટિલ વિરૂદ્ધ હાઇકોર્ટ માં થઇ પિટિશન, જાણો કોણે કરી?

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. સત્તાપક્ષ વાયરસથી વધી રહેલા કેસને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ જઇ રહી છે.

Top Stories Gujarat Others
  • ભાજપના સી આર પાટિલ વિરૂદ્ધ હાઇકોર્ટ માં થઇ પિટિશન
  • કોંગ્રેસના પરેશ ધાનાણીએ કરી પિટિશન
  • રેમડેશિવિર ઇન્જેક્શન નું ખોટી રીતે વિતરણ કરવા બદલ થઈ પિટિશન

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. સત્તાપક્ષ વાયરસથી વધી રહેલા કેસને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ જઇ રહી છે. ત્યારે હવે આ વચ્ચે ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

હવે આ જોવાનુ જ રહ્યુ! / કોરોનાથી મોત થયા બાદ શવને કચરો ફેંકતા વાહનમાં લઇ જવાયા

જી હા, રાજ્યમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન કરવામા આવી છે. આ પિટિશન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કરી છે. મળી રહેલી જાણકારી મુજબ રેમડેશિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ પરેશ ધાનાણીએ આ પિટિશન કરી છે.

ઉલ્લેખનીય છેે કે, રાજ્યમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ સામે ઘટ સર્જાઈ છે, ત્યારે રાજ્યમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ દ્વારા થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને રેમડેશિવિર ઇન્જકેશનની વ્યવસ્થા કરવામા આવી રહી હોવાનુ કહેવામા આવ્યુ હતુ. જે બાદ ભાજપનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે, ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો સુરતમાં 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે આભાર. આવતીકાલથી સુરતમાં એક હજાર ઇન્જેક્શન ભાજપ દ્વારા મફત આપવામાં આવશે. આ ટ્વીટ બાદ અનેકો સવાલો ઊઠી રહ્યા હતા.

માણસ ભૂલ્યો માણસાઈ: રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

આ મુદ્દે હવે કોંંગ્રેસ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હવે રેમડેશિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પિટિશન કરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હવે જોવાનુ રહેશે કે રાજ્યમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને મુશ્કેલીઓમાં આવતા સમયે કેટલો વધારો થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ