Not Set/ સાબરકાંઠામાં કોરોનાનો પગપેસારો , 38 જેટલા નવા કેસો આવ્યા સામે

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. બુધવારે જિલ્લામાં વધુ ૩૨ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ સાથે ચિંતાની લાગણી વ્યાપી છે. જેમાં હિંમતનગરમાં ૧૮, ઇડરમાં ૦૬, પ્રાંતિજમાં ૦૩, વિજયનગરમાં ૦૨, તલોદમાં ૦૨ અને પોશીનામાં ૦૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હિંમતનગરના યસ્વી બંગ્લોઝમાં ૩૮ વર્ષીય મહિલા, જી.એમ.ઇ.આર.એસ.માં ૨૨ અને ૩૨ […]

Gujarat

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. બુધવારે જિલ્લામાં વધુ ૩૨ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ સાથે ચિંતાની લાગણી વ્યાપી છે. જેમાં હિંમતનગરમાં ૧૮, ઇડરમાં ૦૬, પ્રાંતિજમાં ૦૩, વિજયનગરમાં ૦૨, તલોદમાં ૦૨ અને પોશીનામાં ૦૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

હિંમતનગરના યસ્વી બંગ્લોઝમાં ૩૮ વર્ષીય મહિલા, જી.એમ.ઇ.આર.એસ.માં ૨૨ અને ૩૨ વર્ષીય મહિલા, મોતીબાગ સોસાયટીમાં ૩૮ વર્ષીય પુરૂષ, એવન સોસાયટીમાં ૨૨વર્ષીય પુરૂષ, શારદાકુંજ સોસાયટીમાં ૫૦ વર્ષીય પુરૂષ, શાંતિનગરમાં ૬૨ વર્ષીય મહિલા, મહેતાપુરામાં ૪૦ વર્ષીય પુરૂષ, ચાંદનગર સોસાયટીમાં ૩૫ વર્ષીય મહિલા, બોમ્બે સોસાયટીમાં ૮૬ વર્ષીય મહિલા, અવની પાર્ક સોસાયટીમાં ૬૧ વર્ષીય પુરૂષ, વૃન્દાવન સોસાયટીમાં ૧૩ વર્ષીય, તાલુકાના કાંકણોલ ગામમાં ૨૬ વર્ષીય મહિલા, ગઢોડામાં ૨૦ વર્ષીય પુરુષ, સુરજપુરા ગામમાં ૩૩ વર્ષીય પુરૂષ, બેરણામાં ૫૫ વર્ષીય પુરૂષ, વાવડી ગામમાં ૩૬ વર્ષીય પુરૂષ અને સવગઢ ગામમાં ૬૭ વર્ષીય પુરૂષ, ઇડર તાલુકાના ચિત્રોડી ગામમાં ૨૮ વર્ષીય મહિલા, જેઠીપુરા ગામમાં ૨૫ વર્ષીય પુરૂષ, ચડાસણામાં ૪૪ વર્ષીય પુરૂષ, અરોડામાં ૪૫ વર્ષીય પુરૂષ, સાબલવાડ ગામમાં ૭૧ વર્ષીય પુરૂષ અને ઇડરની નિલકંઠ સોસાયટીમાં ૬૭ વર્ષીય પુરૂષ, પ્રાંતિજ તાલુકાના લીમડા ગામમાં ૩૨ વર્ષીય પુરૂષ, તખતગઢમાં ૪૦ વર્ષીય મહિલા અને કરોલ ગામમાં ૩૨ વર્ષીય મહિલા, વિજયનગરના આંતરસુબા ગામમાં ૫૩ વર્ષીય મહિલા, ચિઠોડામાં ૨૧ વર્ષીય પુરૂષ, તલોદની કેશવ સોસાયટીમાં ૩૮ વર્ષીય પુરૂષ, એશિયન સોસાયટીમાં ૩૦ વર્ષીય મહિલા ઉપરાંત પોશીનાના દંત્રાલ ગામમાં ૨૮ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.