વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ ગ્રામ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતું બાયોડીઝલ નું કૌભાંડ SOG પોલીસે ઝડપી પાડ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ કરતો આરોપી મુદ્દામાલ સાથે પોલીસના સકંજામાં આવી ગયો છે.

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ના સકંજામાં દેખાતો આ આરોપી બાયોડીઝલ નું ગેરકાયદેસર કોભાંડ આચરતો હતો ગેરકાયદેસર બાયોડિઝલ નું કૌભાંડ આચરનારા આરોપીનું નામ હિતેન્દ્રસિંહ ચુડાસમા હોવાનું બહાર આવ્યું હતું.જેની બાતમી પોલીસને મળતા પોલીસે બાયો ડીઝલના લાખો રૂપિયાના ગેરકાયદેસર જથ્થા અને ડીઝલ પંપ સાથે આરોપીને ઝડપી પાડયો છે.
પોલીસને મળેલી માહિતી અનુસાર વાગડ ગામ પાસે આવેલા ગિરિરાજ હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ થતું હોવા ની વિગતો પ્રાપ્ત થઈ હતી.જેના આધારે પોલીસે વોચ ગોઠવી જે કાયદેસર બાયોડીઝલ નું વેચાણ કરનારા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન તે પીન્ટુ નામના વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો મળતો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે પીન્ટુ ની શોધખોળ હાથ ધરી છે.. તો બીજી તરફ આરોપી હિંમતસિંહ પૂછપરછ દરમિયાન બાયોડીઝલ ના જથ્થા સહિત કુલ 1.22 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.. પકડાયેલા આરોપી સાથે અન્ય કોણ-કોણ જોડાયેલું છે તે જાણવા પોલીસે તપાસ નો તખ્તો તૈયાર કર્યો છે. પરંતુ હાલ બાયોડીઝલ ના આ કૌભાંડમાં પોલીસે આરોપી હિંમતસિંહ ચુડાસમાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
