Vadodara News/ વડોદરામાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, જૂની અદાવતની આશંકા

Vadodara Murder Case: વડોદરાના સોમા તળાવ પાસે વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવ બહાર 26 વર્ષીય નિલેશ વણઝારાની હત્યા. CCTVના આધારે પોલીસ તપાસ ચાલુ.

Top Stories Gujarat Vadodara
Vadodara Murder Case: વડોદરામાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

Vadodara Crime News: વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા નજીક વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવ દરમિયાન 26 વર્ષીય નિલેશ વણઝારાની હત્યા (Vadodara Murder Case)ની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પાર્ટી પ્લોટની બહાર અજાણ્યા લોકોએ નિલેશને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત હત્યા પાછળનું સંભવિત કારણ હોવાનું અનુમાન છે, જોકે હત્યાનું સાચું કારણ હજી જાણી શકાયું નથી.

Vadodara Murder Case: પુત્રના મોતથી પરિવાર શોકમાં, માતાનું હૃદયદ્રાવક આક્રંદ

નિલેશ (Nilesh Vanzara)ના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પુત્રને ગુમાવતાં માતા આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમણે રડતાં-રડતાં કહ્યું, “મારા રાજા બાબુ, તું પાછો આવી જા. તારા વિના તારી મમ્મી સૂની છે.”

ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવાની માગ ઊઠી છે. (Vanzara Samaj Navratri)

Vadodara Murder Case: વડોદરામાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ
Vadodara Murder Case: વડોદરામાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

કપુરાઈ પોલીસ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી

ઘટનાની માહિતી મળતાં DCP અભિષેક ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કપુરાઈ પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ (DCB)ની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.

મૃતક જ્યાં રહેતા હતા અને જ્યાં કામ કરતા હતા તે સહિતના સ્થળોએ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ મોબાઇલ રેકોર્ડ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ

DCP ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટની સામે આવેલા રસ્તા પર નિલેશ વણઝારાની હત્યા થઈ હતી. હાલ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને DCBની અલગ-અલગ ટીમો CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને કેસ ઉકેલવા વિવિધ પાસાઓ પર તપાસ આગળ વધારી રહી છે. (Vadodara Crime News)

હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. પોલીસ તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.


આ પણ વાંચો: સૂરતમાં સંપત્તિના વિવાદે લીધો ભયાનક વળાંક, માતા-નાના ભાઈની હત્યા

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાની હત્યાથી ચકચાર! મૃતદેહ સૂટકેસમાં ભરવાનો પ્રયાસ

આ પણ વાંચો: પ્રેમલગ્નની અદાવતમાં બનેવીની હત્યા! 23 સેકન્ડમાં છરીના 13 ઘા ઝીંક્યાનો આરોપ