મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
નિત્યાનંદ આશ્રમને લઇને વિવાદનાં વમળમાં આવી ગયેલી હાથીજણ સ્થિત DPSની માન્યતા રદ્દ થઈ શકે છે. ગુજરાત શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાની મુશ્કેલી વધી હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજરાતનાં શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા આ મામલે CBSEને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે ગુજરાત શિક્ષણ વિભાગની તપાસમાં સ્કૂલ દ્વારા બનાવટી NOC ઉભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2010 માં શાળા માટે NOC નામંજૂર કરવામાં આવ્યુ હતું. NOC નામંજૂર થઈ હોવા છતાં NOC મળ્યાની રજૂઆત શાળા દ્વારા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. 2010માં NOC નામંજૂર, 2012માં NOC મળ્યાની રજૂઆત કરવામાં આવી છે. NOCની પોલ શિક્ષણ વિભાગની તપાસમાં ખૂલી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. સ્કૂલ સામે ફોજદારી પગલા લેવા પણ શિક્ષણ વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે. DPSની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આમ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક બાબતોને લઇને વિસંગતાત જોવામાં આવી રહી હોઇ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે CBSEને પણ જાણ કરવામાં આવી રહી હોઇ DPS સ્કૂલની મુશ્કેલી હાલ વધે તેવા એંધાણ જોવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
