સુરતમાં ગત તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડની યુવતીની લાશ મળી આવી હતી. આ યુવતીના હત્યાનું પ્રકરણનો કેસ સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે. થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ અને તેણીની મિત્ર એવી યુવતી આઇડાએ કરી છે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક વનિડા ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. વનિડાની હત્યા પછી 1 સોનાની ચેન અને 2 મોબાઈલ ગાયબ હતા. ઘટના સ્થળ ના સીસીટીવી ચેક કરાયા હતા.
પોલીસ કમિશ્નર અજય તોમરના કહેવા પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોતા અને ટેક્નિલક સર્વેલન્સમાં જાણવા મળ્યું કે આ ઘરની આસપાસ વનિડાની મિત્ર આઇડા જોવા મળી હતી. જોકે, આઇડાએ ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને તેની આ હત્યામાં કોઈ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું. બનાવની સ્થિતિ અને એફએસએલની મદદથી જે વસ્તુઓ મળી આવી હતી તેના આધારે 11મી સપ્ટેમ્બરે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
વનિડાની મિત્ર આઇડા પાસેથી સોનાની ચેન અને મોબાઈલ મળી આવ્યા છે. વનિડાની મિત્ર આઇડા વનિડાના ઘરે ગઈ હતી. જ્યાં પાર્ટી કર્યા બાદ આઇડાએ મોઢું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ રૂમમાં લાઈટરથી આગ ચાંપી દીધી હતી. રૂપિયાની જરૂર હોવાથી વનિડાની એડાએ હત્યા કરી હતી.
હત્યા બાદ તમામ પુરાવા જેવા કે ધાબળો, તકિયા અને મૃતકના બે મોબાઈલ ફોન ભરી એક પ્લાસ્ટિક બેગ આરોપી આઇડાએ રિક્ષા ચાલકને આપી હતી. જેના સુધી પોલીસ પહોંચી જતા આખો કેસ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે આઇડાની રૂમમાં સર્ચ કર્યું હતું, જે અંતર્ગત રૂમમાં ચોખાના ડબામાંથી વનિડાની સોનાની ચેઇન મળી આવી હતી. જો કે શરૂઆતમાં તેણે ગુનો કબૂલવામાં ઇન્કાર કર્યો હતો. બાદમાં તેણે લૂંટના ઇરાદે વનિડાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીના વિઝા પુરા થતાં હતા તેમજ તેની પાસે પૈસાની તંગી હતી. આ જ કારણે તેણીએ હત્યાને અંજાણ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
