કેશોદમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા કેશોદના જુનાગઢ હાઇવે નજીક ધર્મબંધુ પાગલ બાબા ની સ્મૃતિમાં એક સામ પાગલ બાબા કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કલાકાર તરીકે બહુજન સાહિત્યકાર વિશન કાથડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાગલ બાપાના સામાજીક કાર્યને પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમ જ સાથે સાથે શારદાબેન અને પૂનમભાઈ બારોટ તથા કેશવ બારોટ અને ગુણવંત બારોટ સહિતના જાણીતા કલાકારો દ્વારા પાગલ બાબા ના રચિત ભીમ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે પાગલ બાબાના સામાજિક કાર્યને બીરદાવવા તેમની સ્મૃતિમાં આ ભવ્ય ભીમ ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સહિત નામી અનામી રાજકીય નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાથે સાથે આ ભીમ સંધ્યાના ડાયરામાં મંત્રી દેવાભાઈ માલમ સહિત ભાજપ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્યો દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો તેમજ કેશોદ શહેરના તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
