Jagannath Rath Yatra 2024 LIVE/ ભગવાન જગન્નાથની 22 કિ.મી.ની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી

અમદાવાદમાં 147મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે ચાર વાગે મંગળા આરતી કરી હતી. તેના પછી ભગવાનને સ્નાનાદિ પૂજન કરાવવામાં આવ્યું.

Top Stories Gujarat Breaking News

અમદાવાદમાં 147મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે ચાર વાગે મંગળા આરતી કરી હતી. તેના પછી ભગવાનને સ્નાનાદિ પૂજન કરાવવામાં આવ્યું. સીએમ ભુપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી હતી. પહિન્દ વિધિમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે.

દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. ગુજરાતમાં પહિન્દવિધિ સૌથી વધુ વખત કરવાનો રેકોર્ડ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હોવાથી તેમણે 12 વર્ષ પહિન્દવિધિ કરી હતી. પછી સવારે સાત વાગે ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથનો રથ શહેરની નગરચર્યા માટે નીકળ્યો હતો. શ્રદ્ધાળુઓ સવારના પહોરથી ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટવા માંડ્યા હતા.

ભગવાન જગન્નાથજીની 22 કિ.મી. લાંબી 147મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે. શ્રદ્ધાળુઓના ઘોડાપૂર વચ્ચે આ યાત્રા એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ ગઈ છે. આ રથયાત્રામાં 35 ઇમરજન્સી કોલ સિવાય કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,  પોલીસ દળો અને રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આ માટે ડ્રોન કેમેરા સહિત ચુસ્ત વ્યવસ્થા કરી હતી અને આરપીએફ તથા સીઆરપીએફને પણ ખડેપગે રાખવામાં આવી હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રા નિજમંદિર પરત પહોંચી છે. ભાવિકોના જણ રણછોડ.. માખણચોરના જયઘોષ સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની ઝલક જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. રવિવારની રજાના લીધે હૈયે હૈયુ દળાય તેટલી ભીડ હતી. ભજનમંડળીઓ હજી શાહપુરમાં છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરે પહોંચી નિજ મંદિરમાં પ્રથમ રથ પહોંચતાજ અમીછાંટણા થયા હતા. ભક્તો સવારથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી.

ભાવિક ભક્તોની ભારે ભીડ વચ્ચે ઘીકાંટા ખાતે રથ પહોચ્યાં
ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે ભાવિક ભક્તોનો ભાવ જોવા મળ્યો છે. ઠેર ઠેર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિક ભક્તોની ભારે ભીડને કારણે આ વર્ષે રથયાત્રાનુ નિજ મંદિર પરત ફરવાનું સમયપત્રક ખોરવાઈ ગયું છે.

જગન્નાથની રથયાત્રા શાહપુર પહોંચી

ભગવાન જગન્નાથની રથયાત્રા શાહપુર પહોંચી છે. શાહપુરમાં ભાવિકોએ જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથને આવકાર આપ્યો હતો.

ભગવાન જગન્નાથની રથયાત્રાએ દરિયાપુર વટાવ્યું

ભગવાન જગન્નાથની રથયાત્રાએ દરિયાપુર વટાવી દીધું છે. કાલુપુર પછી દરિયાપુર વટાવીને ભગવાન જગન્નાથની રથયાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ આગળ વધી રહી છે. શ્રદ્ધાળુઓમાં જય રણછોડનો જયઘોષ જારી છે.

દિલ્હી ચકલા પાસેથી ત્રણેય રથ પસાર
આજે સવારે શરુ થયેલી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, મોસાળ સરસપુરથી પરત નિજ મંદિર તરફ ફરતા બહેન સુભદ્રા, ભ્રાતા બલરામ અને ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલા ખાતેથી પસાર થયા છે.

રથયાત્રા કાલુપુર પહોંચી

ભગવાન જગન્નાથની રથયાત્રા કાલુપુર પહોંચી ચૂકી છે. ભાવિકોનું ઘોડાપૂર છે. શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે અને જય જગન્નાથનો નાદ છે. લોકો ભક્તિમય બની ગયા છે. રથ જ્યાંજયાંથી પસાર થાય છે ત્યાંથી ભાવિકો ફૂલો અને ચોખાથી તેનું સ્વાગત કરે છે. ભગવાન જગન્નાથના દર્શનની ઝલક માટે અમદાવાદીઓમાં પડાપડી છે.
ભગવાનને વધાવવા હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.  જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા ભારે ભીડ હતી. વર્ષ દરમિયાન લોકોના દર્શનની આશા પૂર્ણ થઈ.

પ્રેમ દરવાજા હર્ષ સંઘવીએ રથયાત્રાનું સ્વાગત કર્યુ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રેમદરવાજા રથનું સ્વાગત કર્યુ હતુ.  દિલ્હી ચકલા ઘાંચી ઓળના વસાહતીઓ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લાસપૂર્વક બહેનો પણ પરિવાર સાથે રાહ જોઈ રહ્યા છે. હવે ગજરાજ દિલ્હી ચકલા પહોંચ્યા હતા.

જગન્નાથ કાલુપર નગરચર્યાએ

ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ બાદ કાલુપુર ખાતેથી નગરના નાથ નગરચર્યાએ નીકળી પડ્યા છે. ગજરાજ આગળ ચાલી રહ્યા છે પાછળ વિવિધ ટેબ્લો જોવા મળ્યા છે. કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ આગળ વધ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. ભગવાનની એક ઝલક મેળવવા ભક્તો અધીરા બન્યા છે.

વડોદરામાં 43મી રથયાત્રા નીકળી

વડોદરા ખાતે ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળી છે. સયાજીગંજથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. રથને મેયર પિન્કી બેન સોની પ્રસ્થાન કરાવશે. સયાજીગંજથી કાલાઘોડા,રાવપુરા,જ્યુબિલિ બાગ થઈ દાંડિયા બજાર,બગીખાના સુધી રથયાત્રાનું આયોજન કરાયું છે. સંતો, મહંતો તેમજ રાજકીય પક્ષોમાં આગેવાનો જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી છે. વિવિધ વિસ્તારમાં 7 કિમી સુધી નગરચર્યા કરી ભકતોને દર્શન આપશે.  વડોદરા શહેર હરે કૃષ્ણા હરે રામાના નાદથી ગુંજી ઉઠ્યો છે.

ભગવાન જગન્નાથના મોસાળમાં ભક્તોની કરાઈ સેવા

ભગવાન મામાના ઘરે પહોંચી ગયા છે ત્યારે મામેરા ભરવાની શરૂવાત થઈ ગઈ છે અને મામાના ઘરે આજે ભંડારો રાખવામાં આવ્યો છે ત્યારે મોસાળ વાસીઓએ શ્રદ્ધાળુઓની કરી સેવા કરી રહ્યા છે,જેમાં મોસળમાં આવેલ મહેમાનો જમણવાર કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ  વર્ષો થી સરસપુર વાસીઓ ભંડારો કરતા આવ્યા છે ત્યારે  જેટલા પણ લોકો રથયાત્રામાં જોડાય તે લોકો માટે ભંડારો રાખવામાં આવ્યો છે અને આજના દિવસે ઘરે ઘરે બને છે વિશેષ ભોજન.

ભગવાન જગન્નાથ મોસાળ પહોચ્યા 

ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળ પહોચ્યા,મોસાળ પહોચતા દર્શન માટે ભક્તોની થઇ પડાપડી, ભગવાન જગન્નાથ કાલુપુરથી મોસાળ પહોચ્યા,જ્યાં ભગવાનને વધાવવા અમદાવાદ ઉમટી પડ્યું છે ભગવાનને ફૂંક અને ચોખાથી વધવાયા છે.ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નીકળ્યા છે.

થોડી વારમાં ભગવાન મોસાળ પહોચશે 

જગતના નાથનો રથ કાલુપૂરથી આગળ નીકળ્યો હવે થોડી વારમાં સરસપુર પહોચશે.જગતના નાથની એક જલક જોવા માટે લોકોની થઇ રહી છે પડાપડી.ભગવાનના મોસાળમાં રસોડાનો ધમધમાટ

જગન્નાથજીની રથયાત્રા ખાડીયા વિસ્તાર પહોચી 

જગન્નાથજી અને સુભદ્રાજીનો રથ ખાડીયા ગેટથી આગળ પહોચ્યો,ભાઈ બલભદ્રજીનો રથ ખાડીયા ગેટ પહોંચ્યો તેની સાથેજ ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના નારા લાગ્યા

જગન્નાથજીની રથયાત્રા ખાડીયા વિસ્તાર પહોચી 

જગન્નાથજીની રથયાત્રાનું ગોઠવાયો ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.પરંપરા મુજબ ખાડિયાના રહીશોએ જગતના નાથનું સ્વાગત કર્યું .જગતના નાથના દર્શન માટે સવારથી જ ભક્તોના ટોળા ઉમટી પડ્યા છે ત્યારે ગજરાજના આગમન સાથે જય રણછોડ માખણ ચોરના નારા લાગ્યા હતા. અને સુરક્ષા માટે ખાડીયા ગેટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. આ સમગ્ર વિસ્તાર જય રણછોડના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો.

ખાડીયા વિસ્તારના યુવકો દ્વારા વર્ષોથી ભક્તો માટે ખાસ શરબતના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. અહી ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજી ના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. જ્યા સમગ્ર વિસ્તાર જય રણછોડ માખણ ચોરના નારા સાથે ગુંજી ઉઠ્યો છે.

રાયપુર ચકલા ભગવાનના રથ પહોંચ્યા

ભગવાન જગન્નાથના રથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે હાલ રાયપુર ચકલા ભગવાનના રથ પહોંચ્યા છે જ્યાં ભગવાન જગન્નાથના રથનું આગમન કરવામાં આવ્યું છે અને ભાવિ-ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

અખાડા અને ટ્ર્ક સરસપુર પહોચ્યા

રથયાત્રામાં  અખાડા અને ટ્ર્ક સરસપુર પહોચ્યા અખાડાના લોકો બન્યા આકર્ષણનું કેન્દ્ર જેમને વિવિધ કરતબો થકી લોકોના મન મોહયા છે આપને જણાવી દઈએ મોટી સંખ્યામાં લોકો અખાડાના પહેલવાનોને જોવા એકઠા થયા છે. જ્યાં યોગ્ય વ્યાયામ થકી શરીરને સુદ્રઢ બનાવવું તેવો મેસેજ આપવામાં આવે છે જ્યાં  મોટી સંખ્યામાં અખાડાના પહેલવાનો જોડાયા છે.

રથયાત્રા નિમિતે ભંડારાનું આયોજન

આજે અષાઢી બીજનો પાવન દિવસ છે ત્યારે જગન્નાથજી, શુભદ્રાજી, બળભદ્રજી નીકળ્યા છે ત્યારે  નગરયાત્રાએકાલુપુર પર રથયાત્રા જોવા ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું છે , જે કારણે ભક્તોને માટે કાલુપુર વિસ્તારમાં રથયાત્રા નિમિતે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેનું આયોજન વારાહી માતા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો લે છે પ્રસાદ ,છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી અહી ભંડારાનું આયોજન થાય છે જ્યાં પાંચ થી છ હજાર હરિ ભક્તો ભંડારાનો લે છે લાભ.

ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ જોવા મળી 

જગતના નાથને જોવા અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ જોવા મળી છે. જેમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ ટેબ્લો પસાર થઇ રહ્યા છે.

ગજરાજ કાલુપુર ચાર રસ્તા પહોંચ્યા

ગતના નાથની નગર ચર્યા શરુ થઇ ગઈ છે ત્યારે તેના  ગજરાજ કાલુપુર ચાર રસ્તા પહોંચ્યા છે જ્યાં વિવિધ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે.જ્યાં ભગવાનની એક ઝલક મેળવવા માટે ભક્તો આતુર થઇ રહ્યા છે રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ ટેબ્લો પસાર થઇ રહ્યા છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક  વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમ ના અધિકારીઓ જોડાયા હતા.

નગર ચર્ચાએ નીકળ્યાં જગતના નાથ રથ નંબર 1નું  જમાલપુર દરવાજાથી આગળ પ્રસ્થાન 

રથયાત્રામાં  ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભક્તો  ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રથ નંબર 1 જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યો છે.અને  બીજોજે રથ છે તે જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યો છે. ત્રણેય રથ જમાલપુર દરવાજા ક્રોસ કરી ગયા છે.

 અમિત શાહે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી

અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
<

p style=”text-align: justify;”>

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી રથયાત્રાની શુભેચ્છા 

PM મોદીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર પોસ્ટ મુકીને દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી.
<

p style=”text-align: justify;”> 

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કરાયું રથયાત્રાનું સ્વાગત

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતુ.

રથયાત્રાના રુટ પર પોલીસની બાજ નજર

સમગ્ર રથયાત્રાના રુટ પર સુરક્ષાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત . પોલીસ ખડે પગે સુરક્ષા માટે જોવા મળી.

ભાવનગરમા 39મી રથયાત્રાનું થયું પ્રસ્થાન,સુભાસનગર ખાતેથી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પૂજા તેમજ સંતો મહંતોના હસ્તે પહિંદ વિધિ બાદ પ્રસ્થાન  કરવવામાં આવ્યું. જેમા હાથી,ઘોડા રથયાત્રાની શોભા વધારશે.

ગજરાજ પર ચાંદીના વરખનો મુકટ

ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળ્યા છે ત્યારે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. જેમાં ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા છે. જેમાં 18 ગજરાજ માંથી એક ગજરાજ પર ચાંદીના વરખનો મુકટ પહેરાવવામાં આવ્યો છે. જે અદ્ભુત લાગી રહ્યો છે.

ભગવાન નીકળ્યા નગર ચર્યા પર

ભગવાન જગન્નાથ જગન્નાથ પોતાના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા  સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ભગવાનના દર્શન માટે સવારથી જ રથયાત્રાના રુટ પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે.

ભાવનગરમાં રથયાત્રાનો પ્રારંભ 

ભાવનગર સુભાસનગર ખાતે 39મી રથયાત્રાનો પ્રારંભ સંતો મહંતો,રાજકીય આગેવાનો સહિતના લોકોની હાજરી જોવા મળી, ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને ભગવાનના સ્વાગત માટે બહેનો ભક્તિ રસમાં જુમી ઉઠ્યા.

મંદિરમાં બનાવાયો ખીચડાનો પ્રસાદ

ભગવાનને જ્યારે આંખો આવે છે ત્યારે તેમની  આંખો સાજી થઈ જાય તે માટે ભગવાનને વર્ષોથી ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.  ત્યારે જથ્થા બંધ વસ્તૂ દ્રારા આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.   અને ભક્તોને વહેચવામાં આવે છે.

રથયાત્રાનું થયુ પ્રસ્થાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે ત્યારે  રથયાત્રાની શરુઆત થઇ ગઇ છે.

હર્ષ સંઘવીએ કર્યા જગન્નાનાથના દર્શન

ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ભગવાન જગન્નાનાથના દર્શન કર્યાં છે. આપને જણાવી દઈએ આ પહેલા શનિવારે રથયાત્રા રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં  DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં ,ત્યારે રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

ભાવનગર 39મી રથયાત્રા

ભાવનગર 39મી રથયાત્રા પ્રસ્થાન કરશે ત્યારે મહારાજ વિજયસિંહ ગોહિલના હસ્તે પહિંદ વિધિ થશે ત્યાર બાદ સુભાસનગરથી મહારાજ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે.પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.રથયાત્રાને લઇ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે
ભગવાનના રથને મુખ્ય માર્ગ પર લાવવામાં આવ્યો છે.

CM ભુપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોચ્યા

CM ભુપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોચ્યા છે તેમજ મુખ્યમંત્રીએ રથની પૂજા અને આરતી કરી છે હવે થોડીવારમાં મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે ત્યાર બાદ
રથ પ્રસ્થાન કરાવશે

ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન થયા છે સાથે ભાઇ બલભદ્વને પણ રથમાં કરાયા બિરાજમાન કરાયા છે અને વ્હાલી બેન શુભદ્વાને પણ કરાયા રથમાં બિરાજમાન કરાયા છે. હવે થોડી જ વારમાં કરાશે પહિંદ વિધી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા મંદિર  હવે થોડીવારમાં અમિત શાહના હસ્તે શરૂ થશે  મંગળા આરતી

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોચ્યા મંદિર ,સાથે સહકારીતા મંત્રી જગદીશ વિશ્વકર્મા મંદિર પહોચ્યા

રથની વિશેષતા

ભગવાન બલભદ્રના રથનું નામ ‘તાલધ્વજ’ છે,બલભદ્રજીના રથના દોરડાને ‘વાસુકી’ કહેવાય છે,તેમજ બલભદ્રજીના રથની ધજાને ‘ઉન્ના’ કહેવાય છે.સુભદ્રાજીના રથનું નામ ‘દેવદલન’ છે અને સુભદ્રાજીના રથના દોરડાને ‘સ્વર્ણચુડ’ કહેવાય છે.અને સુભદ્રાજીના રથની ધજાને ‘નંદબિક’ કહેવાય છે.

જગન્નાથજીના રથનું નામ ‘નંદીઘોષ’ છે. જગન્નાથજીના રથના દોરડાને ‘શંખચૂડ’ કહેવાય છે તેમજ જગન્નાથજીના રથની ધજાને ‘ત્રિલોક્યવાહિની’ કહેવાય છે હવે જગન્નાથ ભગવાન રથમાં બિરાજમાન થયા છે.

થોડિવારમાં ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે

અમદાવાદમાં 147મી રથયાત્રાના શુભ અવસર પર જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે જગતનો નાથ આજે નગરચર્ચાએ નિકળશે.
માહિતી અનુસાર રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુંસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.મંદિરમાં કોણ છે…રાજા રણછોડ છે..થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. આપને જણાવી દઈએ રથયાત્રાની શરૂઆત ગજરાજથી થશે. 23 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.

રથયાત્રામા ગજરાજ પછી શણગારેલા ટ્રકો નિકળશે

આપને જણાવી દઈએ રથયાત્રામા ગજરાજ પછી શણગારેલા ટ્રકો નિકળશે અને ટ્રકો બાદ અખાડા અને ભજન મંડળીઓ નિકળશે ત્યાર બાદ જગન્નાથ,સુભદ્રા અને બલભદ્રના રથ નિકળશે.

મુખ્યમંત્રી જગન્નાથ મંદિર પહોંચશે

થોડિવારમાં મુખ્યમંત્રી જગન્નાથ મંદિર પહોંચશે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને સોનાની સાવરણી વડે ભગવાનના રથનો માર્ગ સાફ કરશે ત્યાર બાદ મુખ્યમંત્રી દોરડાથી રથ ખેંચીને રથનું પ્રસ્તાન કરાવશે આપને જણાવી દઈએ પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ.
ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂ કરવામાં આવી હતી.

ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો છે .

આંખેથી પાટા ખોલાયા

ભગવાનના આંખેથી પાટા ખોલાયા અને ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો.

મંગળા આરતી બાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે ત્યાર બાદ મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે છે જેના કારણે ભગવાનને આંખો આવવાના કારણે આંખે પાટા બાંધવામાં આવે છે.આજે રથયાત્રા પહેલા ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે.અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શરુ થશે ત્યારે અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને હવે મંગળા આરતી કરશે અમિત શાહ

મંગળા આરતી બાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે ત્યાર બાદ મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે છે જેના કારણે
ભગવાનને આંખો આવવાના કારણે આંખે પાટા બાંધવામાં આવે છે.આજે રથયાત્રા પહેલા ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની આરતી કરી

આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મંદિરના રહસ્યો, રથ અને મૂર્તિઓ વિશે શું તમે જાણો છો?

આ પણ વાંચો:રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ