માફી/ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને કેમ માંગવી પડી માફી જાણો સમગ્ર વિગત…

NCB અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ઉદ્ધવ સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ અરજી કરી હતી.

Top Stories India

NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે શુક્રવારે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં માફી માંગવી પડી હતી. મલિકે હાઈકોર્ટમાં આપેલા વચનનો ભંગ કરીને વાનખેડે પરિવાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

આ મામલે, બોમ્બે હાઈકોર્ટે એનસીપી નેતા મલિકને નોટિસ પાઠવી હતી અને એક એફિડેવિટ દાખલ કરીને જવાબ માંગ્યો હતો કે કોર્ટના અગાઉના આદેશનું જાણીજોઈને ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. મલિકે NCB મુંબઈના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા, જ્યારે અગાઉ તેણે કોર્ટને પત્ર લખ્યો હતો કે તે વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરશે નહીં.

શું છે સમગ્ર મામલો? NCB અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ઉદ્ધવ સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ અરજી કરી હતી. આ પછી, મલિકે આ મામલે કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી વાનખેડે પરિવારના કોઈપણ સભ્ય વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનની પોસ્ટ નહી કરવાનો નિર્ણય લીધો હતો.