Not Set/ કોંગ્રેસ સમિતિના મંત્રી પદેથી અનિરુદ્ધ સિંહ ગોહિલે આપ્યું રાજીનામું, અન્ય પણ રાજીનામા આપે તેવી શક્યતા

ગાંધીનગર, આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે નેતાઓના પક્ષપલટા અને રાજીનામુ આપવાની પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ત્યારે કોંગ્રેસ સમિતિના મંત્રી પદેથી અનિરુદ્ધ સિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતુ. પોતે રાજીનામું આપ્યુ છે તેવી માહિતી ફેસબુક પર આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પક્ષના […]

Top Stories Gujarat

ગાંધીનગર,

આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે નેતાઓના પક્ષપલટા અને રાજીનામુ આપવાની પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળતી હોય છે.

ત્યારે કોંગ્રેસ સમિતિના મંત્રી પદેથી અનિરુદ્ધ સિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતુ. પોતે રાજીનામું આપ્યુ છે તેવી માહિતી ફેસબુક પર આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પક્ષના કાર્યકર્તા અને હોદ્દેદારોમાં રોષ જોવા મળ્યો હતો.

થોડા સમય પહેલા અમિત ચાવડાના વર્તન મુદ્દે અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક પણ મળી હતી. ત્યારે પક્ષમાંથી હજુ પણ અન્ય નેતાઓ રાજીનામુ આપે તો નવાઇ નહી.