Bijnor Two Men Fight For Wife: ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો મચી ગયો હતો. નગર પાલિકા ચોક જેવા ભરચક વિસ્તારમાં બે યુવકો એક મહિલા માટે એકબીજા સાથે એવી રીતે ભીડાયા કે જાણે લોહીના તરસ્યા હોય. રસ્તા વચ્ચે લાતો, મુક્કા અને બેલ્ટથી થયેલી આ મારામારી જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ વિચિત્ર પ્રેમ કે પત્નીના જંગનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
Bijnor : શું હતી સમગ્ર બબાલ?
ઘટનાની વિગત એવી છે કે, એક મહિલા એક યુવક સાથે બાઇક પર બેસીને નગર પાલિકા ચોક પર આવી પહોંચી હતી. એ જ સમયે બીજી બાઇક પર બે યુવકો ત્યાં આવ્યા. બીજી બાઇક પરથી ઉતરેલા યુવકે જોરજોરથી બૂમો પાડીને દાવો કર્યો કે, “આ મહિલા મારી પત્ની છે!” તેણે મહિલા સાથે આવેલા યુવકને સવાલ કર્યો કે તે તેની પત્ની સાથે અહીં શું કરી રહ્યો છે?
બોલાચાલીમાંથી શરૂ થયો ‘બેલ્ટ જંગ’
જોતજોતામાં વાત વણસી ગઈ અને અપશબ્દો બોલાવા લાગ્યા. બંને યુવકો વચ્ચે જોરદાર મારામારી શરૂ થઈ ગઈ. એક યુવકે પોતાની કમરનો પટ્ટો (બેલ્ટ) કાઢીને બીજા પર હુમલો કર્યો, તો સામેવાળાએ પણ હાથ-પગ ચલાવવાનું શરૂ કર્યું. બંને એકબીજાનું કાસળ કાઢી નાખવા માંગતા હોય તેમ થાકીને લોટપોટ ન થયા ત્યાં સુધી લડતા રહ્યા. લોકોએ વચ્ચે પડીને તેમને માંડ-માંડ અલગ કર્યા હતા.
એક મહિલા અને બે પતિ?
ત્યાં હાજર લોકો તે સમયે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે મહિલાએ અજીબ નિવેદન આપ્યું. પહેલો યુવક દાવો કરી રહ્યો હતો કે તે તેની પત્ની છે અને હજુ તેમના છૂટાછેડા (Divorce) થયા નથી. બીજી તરફ, મહિલાએ જે યુવક સાથે તે બાઇક પર આવી હતી તેને પણ પોતાનો ‘પતિ’ ગણાવ્યો હતો. આ સાંભળીને લોકો માથું ખંજવાળવા લાગ્યા કે આખરે આ મામલો શું છે?
કાફી લાંબા સમય સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બંને યુવકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે, આ વિચિત્ર મારામારીનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:દિલ્હીમાં, ઉત્તર પ્રદેશના ચાર બાળકોના પિતાએ પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં MBAના વિદ્યાર્થીનો નાપાસ થતા ગળાફાંસો ખાઈને આપઘાત
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં IMD એ શીત લહેર, ભારે વરસાદની ચેતવણી
