gujarat rain/ રાજ્યમાં બે દિવસ છેલ્લી ધડબડાટી બોલાવી વિદાય લેશે ચોમાસુ

રાજ્યમાં ચોમાસુ પૂરુ થવાના આરે હવે છેલ્લા બે દિવસ છે. વરસાદ આ બે દિવસ ધડબડાટી બોલાવીને વિદાય લેશે. છેલ્લા કેટલાય દેવસથી ચોમેર વરસાદ ત્રાટક્યો છે. સર્વત્ર પાણી જ પાણી છે.

Gujarat
Mantavyanews 7 10 રાજ્યમાં બે દિવસ છેલ્લી ધડબડાટી બોલાવી વિદાય લેશે ચોમાસુ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ પૂરુ થવાના Gujarat Rain આરે હવે છેલ્લા બે દિવસ છે. વરસાદ આ બે દિવસ ધડબડાટી બોલાવીને વિદાય લેશે. છેલ્લા કેટલાય દેવસથી ચોમેર વરસાદ ત્રાટક્યો છે. સર્વત્ર પાણી જ પાણી છે. ગુજરાતમાં પણ વરસાદ બરોબરનો ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાંથી ચોમાસાની વિદાયની તારીખ નજીક આવી ગઈ છે. આમ હવે સમગ્ર દેશમાંથી ચોમાસુ સપ્ટેમ્બરના અંત સુધીમાં વિદાય લી લેશે. દેશભરમાં આ ચોમાસામાં સામાન્ય વરસાદ કરતાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ Gujarat Rain ચોમાસુ 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય લે તેવી સંભાવના છે. જો કે ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગના મતે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સુરત, વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ Gujarat Rain પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના હવમાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 115 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 120.5 ટકા અને મધ્યપૂર્વ ઝોનમાં 96.40 ટકા, ઉત્તર ઝોનમાં 98 ટકા તથા દક્ષિણ ઝોનમાં 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આમ વરસાદે તેની સામાન્ય સરેરાશ નોંધાવી છે.

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા Gujarat Rain પડ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવવાના લીધે વાહનચાલકે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર-ઠેર ટુ-વ્હીલરો બંધ થઈ ગયા હતા. કેટલાય સ્થળોએ ગાડીઓ ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ Canada/ કેનેડાના રાજકારણમાં શીખ સમુદાય કેવી રીતે બન્યો આટલો શક્તિશાળી ? શું છે આના કારણો ?

આ પણ વાંચોઃ Pm Modi Varanasi Visit/ PM મોદી આજે વારાણસીના લોકોને આપશે મોટી ભેટ, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચોઃ Quad/ આતંકવાદ સામે ચાર દેશો એક થયા, એક્શન પ્લાન પણ તૈયાર