Political/ ભાજપના દિગ્ગજ નેતા જયનારાણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત સાથે બેઠક કરી!રાજકિય અટકળો તેજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ,તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓ કરી રહી છે, અને ઘણાબધા નેતાઓ પક્ષપલટો પણ કરી રહ્યા છે.

Top Stories Gujarat
2 65 ભાજપના દિગ્ગજ નેતા જયનારાણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત સાથે બેઠક કરી!રાજકિય અટકળો તેજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ,તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓ કરી રહી છે, અને ઘણાબધા નેતાઓ પક્ષપલટો પણ કરી રહ્યા છે. રાજકિય ગલીયારામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે બેઠક થઇ. આ બેઠકના લીધે રાજકિય ભૂંકપ સર્જાયો છે.

નોધનીય છે કે  વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે જય નારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે સૂચક બેઠક કરી છે. છલ્લા એક કલાકથી બેઠક ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે, જય નારાયણ વ્યાસ પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સિદ્ધપુર બેઠક પરથી વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.જય નારાયણ વ્યાસ ભાજપના એક દિગ્ગજ નેતા ગણાય છે. ત્યારે હાલ તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે કોંગ્રેસ સાથે જોવા મળશે તેવા ઘણાં સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક બાદ અનેક રાજકિય અટકળો લગાવવામાં આવી રહી છે, આ  ભાજપના દિગ્ગજ નેતાકોંગ્રેસમાં સામેલ થશે કે કેમ તે અટકળો તેજ થઇ છે.