Not Set/ દિલ્હીનું રાજ સિંહાસન કોનું ? તે નકકી પ્રાદેશિક પક્ષો કરશે…જાણો કેવી રીતે સત્તાની ચાવી રહેશે પ્રાદેશીક પક્ષો પાસે….

છેલ્લી કેટલીક ચૂંટણીઓનું વિશ્લેષણ કરવાથી તે વાત તો સ્ષષ્ટ પણે ઉભરી આવે છે કે દેશનાં 13 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનાં મૂળ ઉંડા છે. અને પ્રાદેશિક પક્ષો કદી નબળા પડયા નથી. અને આ વખતની અતિશય રસાકસી વાળી લોકસભા 2019 કે જેમાં નથી કોઇ લહેર કે નથી કોઇ મુદ્દાની લડાઇ ત્યારે પ્રાદેશિક પક્ષો સત્તા સુધી પહોંચવામાં મહત્વના બની […]

Top Stories India
rp દિલ્હીનું રાજ સિંહાસન કોનું ? તે નકકી પ્રાદેશિક પક્ષો કરશે...જાણો કેવી રીતે સત્તાની ચાવી રહેશે પ્રાદેશીક પક્ષો પાસે....

છેલ્લી કેટલીક ચૂંટણીઓનું વિશ્લેષણ કરવાથી તે વાત તો સ્ષષ્ટ પણે ઉભરી આવે છે કે દેશનાં 13 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનાં મૂળ ઉંડા છે. અને પ્રાદેશિક પક્ષો કદી નબળા પડયા નથી. અને આ વખતની અતિશય રસાકસી વાળી લોકસભા 2019 કે જેમાં નથી કોઇ લહેર કે નથી કોઇ મુદ્દાની લડાઇ ત્યારે પ્રાદેશિક પક્ષો સત્તા સુધી પહોંચવામાં મહત્વના બની રહેશે.  ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની બેઠકોમાં વધઘટ થતી જોવા મળે છે, પરંતુ પ્રાદેશિક પક્ષોનાં વોટશેર અને બેઠકોમાં મોટો ફેરફાર જોવા મળતો નથી. અને આ વખતે પણ પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરશે તેવી ભવિષ્યવાણીએ અગાઉથી જ થતી રહી છે. જેમ જેમ ચૂંટણી પરિણામોનો દિવસો નજીક આવે રહ્યો છે. તેમ તેમ દરેક લોકો વિચારી રહ્યા છે કે શું કેન્દ્રમાં કોઈ એક પક્ષની બહુમતીવાળી સરકાર બનશે ? કે પછી ખંડીત જનાદેશ મળશે ? કે પછી સરકાર બનાવવા માટે ત્રીજો વિકલ્પ એટલે કે ગઠબંધનનો સહારો લેવામાં આવશે?

rp2 દિલ્હીનું રાજ સિંહાસન કોનું ? તે નકકી પ્રાદેશિક પક્ષો કરશે...જાણો કેવી રીતે સત્તાની ચાવી રહેશે પ્રાદેશીક પક્ષો પાસે....

લોકસભા 2014માં NDAએ ભારે બહુમતી સાથે દેશમાં સત્તાની ધુરા સંભાળી હતી. 2014 પહેલા આવી ભારે બહુમતી 1984માં કોંગ્રેસને મળી હતી. 1984 બાદ 30 વર્ષ પછી ફરી 2014માં ભાજપને આવો  ભારે બહુમતી સાથે જ્વલંત વિજય મળ્યો હતો. પરંતું આ વખતે તમામ પરિસ્થિતિ જોતા જ્યારે એવું લાગી રહ્યું છે કે કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળવી મુશ્કેલ છે ત્યારે લોકસભા 2019માં સત્તા પર પહોંચવાની સીડી કોણ તેવા સવાલનો જવાબ છેલ્લા ૩ દાયકા દરમિયાન રાષ્ટ્રીય અને પ્રાદેશીક તમામ પક્ષોનાં દેખાવો પાછળ છુપાયેલ છે.

rp4 દિલ્હીનું રાજ સિંહાસન કોનું ? તે નકકી પ્રાદેશિક પક્ષો કરશે...જાણો કેવી રીતે સત્તાની ચાવી રહેશે પ્રાદેશીક પક્ષો પાસે....

1989થી છેક 2014 સુધી કેન્દ્રમાં ગઠબંધન સરકાર જોવા મળી અને તેમા પણ કોંગ્રેસનું પ્રભુત્વ વિશેષ જોવા મળ્યું છે. આ વર્ષો દરમિયાન કોંગ્રેસનું પ્રભુત્વ ધીમે ધીમે નબળુ થતુ ગયુ અને સામે ભાજપ મજબુત પક્ષ તરીકે ઉભરતો આવ્યો. તેની સાથે સાથે રાજ્ય સ્તરનાં પ્રાદેશીક પક્ષો પણ મજબુતાઇ સાથે બહાર આવ્યા હતા અને કેન્દ્રમાં સરકાર બનાવવામાં પ્રાદેશીક પક્ષોની મહત્વની ભૂમિકા જોવા મળી હતી.  આમ છેલ્લા 3 દાયકામાં પ્રાદેશીક અને નાના રાષ્ટ્રીય પક્ષોની તાકાત વધતી જોવા મળી છે. 2014ની વાત કરવામા આવે તે જબરદસ્ત મોદી લહેરમાં પણ પ્રાદેશીક પક્ષોને મોટું નુકસાન વેઠવાનો વારો નથી આવ્યો. કે પ્રાદેશીક પક્ષોનાં વોટશેર રેશીયોમાં પણ ખુબ મોટા ગાબડા નથી નોંધવામાં આવ્યા. ઉલટાનું 1996થી પ્રાદેશીક પક્ષોનો વોટ શેર અને બેઠકોની સંખ્યામાં સતત વધારો નોંધવામાં આવ્યો છે.

પ્રાદેશીક પક્ષોની સરખામણીએ ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોમાં વોટની ટાકવારી અને બેઠકોની સંખ્યામાં ખાસા પ્રમાણમાં ચડાવ ઉતાર જોવા મળ્યો છે. 2009માં ભાજપને 116 બેઠકો મળી હતી તો કોંગ્રેસ પાસે 206 બેઠકો હતી, તો 2014માં ભાજપને 282 અને કોંગ્રેસને 44 બેઠકો નોંધવામાં આવી હતી. 2014ની મોદી લહોરની અશરો પણ પ્રાદેશીક પક્ષો પર નથી જોવા મળી.

rp1 દિલ્હીનું રાજ સિંહાસન કોનું ? તે નકકી પ્રાદેશિક પક્ષો કરશે...જાણો કેવી રીતે સત્તાની ચાવી રહેશે પ્રાદેશીક પક્ષો પાસે....1998થી અત્યાર સુધી પ્રાદેશિક પક્ષોનો વોટશેર 40% રહ્યો છે, તેમાં 2014માં 1%નો વધારો જોવા મળ્યો હતો. આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, હરીયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીશા, પંજાબ, તામીલનાડુ, તેલંગાણા, યુપી અને પં.બંગાળ આમ દેશનાં 13 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ જોવા માળે છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની રચનામાં મહત્વનું યોગદાન પણ જોવા મળે છે. જો પક્ષોની વાત કરવામાં આવેતો TMC, અન્ના ડીએમકે, આઈઈટીસી, બીજેડી, આરજેડી, શિવસેના, ટીડીપી, પીઆરએસ વગેરેનો દબદબો પાછલી 2 કેન્દ્ર સરકારોમાં ઉલટાનો વધ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. અને 2014 પછી યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછાડ આપતા કોંગ્રેસ ઉભરી તેમાં પણ પ્રાદેશીક પક્ષોનો  વોટશેરમાં ઘટાડો નથી.  ત્યારે લોકસભા 2019માં 2014 જેવી કોઈ લહેર નથી કે નથી કોઇ મહત્વનાં મુદ્દા પર જંગ તેવામાં જ્યારે સાફ સાફ  કહી શકાતુ નથી કે કોનું પલડું ભારે રહેશે ત્યારે ઉપરોકત વિશ્લેષણથી કહી શકાય કે લોકસભા 2019માં સત્તા સર કરવામાં પ્રાદેશિક પક્ષો મહત્વની ભૂમિકામા હશે. તમામ પ્રાદેશીક પક્ષોનો દેખાવ આ લોકસભા 2019માં ખરાબ નહીં જ હોય. વિશ્લેષણનાં આધારે એવી ભવિષ્યવાણી કરવી કે આ ચૂંટણીમાં દિલ્હીની સત્તાની ચાવી પ્રદેશીક પક્ષો પાસે રહેશે, તે જરા પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય તે તો ચોકકસ વાત છે.