IND vs NZ Semifinal Live/ શમીની સાત વિકેટ, ન્યૂઝીલેન્ડ 327માં ખખડ્યું, ભારત ફાઇનલમાં

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે.

Top Stories Sports
YouTube Thumbnail 10 3 શમીની સાત વિકેટ, ન્યૂઝીલેન્ડ 327માં ખખડ્યું, ભારત ફાઇનલમાં

શમીએ સાત વિકેટ ઝડપવાની સાથે ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ખખડી ગયું હતું. શમીએ 9.5 ઓવરમાં 57 રન આપી સાત વિકેટ ઝડપી એકલા હાથે ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને રગદોળી નાખી ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.

આ પહેલા ICC વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જે ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે લીગ તબક્કામાં તેની તમામ 9 મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

5 નવેમ્બર 10ઃ30 PM pm

ન્યૂઝીલેન્ડના 48. 5 ઓવરમાં 10 વિકેટે 327 રન

ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શમીએ 9.5 ઓવરમાં 57 રન આપી સાત વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ છે. તેની સાથે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં અત્યાર સુધી કોઈપણ ફાસ્ટ બોલરનો શ્રેષ્ઠ દેખાવ મનાય છે.

15 નવેમ્બર 10ઃ30 PM pm

ન્યૂઝીલેન્ડના 48. 2 ઓવરમાં 9 વિકેટે 321 રન

ન્યૂઝીલેન્ડે 48.2 ઓવરમાં 321 રનના સ્કોરે નવમી વિકેટ ગુમાવી હતી. શમીએ સાઉથીની વિકેટ ઝડપી હતી. તેની આ છઠ્ઠી વિકેટ હતી.

15 નવેમ્બર 10ઃ15 PM pm

ન્યૂઝીલેન્ડના 47.5 ઓવરમાં 8 વિકેટે 319 રન

ન્યૂઝીલેન્ડે 47.2 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી 319 રન કર્યા હતા. સાંતનેરની વિકેટ સિરાજે લીધી. રોહિત શર્માએ તેનો કેચ કર્યો હતો. તેણે 9 રન કર્યા હતા.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું અપડેટ…

15 નવેમ્બર 10ઃ10 PM pm

ન્યૂઝીલેન્ડના 45.2 ઓવરમાં 7 વિકેટે 306 રન

ન્યૂઝીલેન્ડના 45.2 ઓવરમાં સાતમી વિકેટ ગુમાવી. શમીએ મિચેલને આઉટ કર્યો. તેણે મિચેલને જાડેજાના હાથમાં ઝીલાવ્યો હતો. મિચેલે 117 બોલમાં 9 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 134 રન કર્યા હતા. તેના આઉટ થવાની સાથે ન્યૂઝીલેન્ડની વિજયની આશાનો અંત આવી ગયો હતો. શમીએ આ સાથે ન્યૂઝીલેન્ડ સામે એક જ વર્લ્ડ કપમાં બીજી વખત પાંચ વિકેટ ઝડપી હતી. લીગ મેચમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટ ઝડપી હતી.

15 નવેમ્બર 10ઃ10 PM pm

ન્યૂઝીલેન્ડના 45 ઓવરમાં 6 વિકેટે 306 રન

ન્યૂઝીલેન્ડના 45 ઓવરના અંતે 6 વિકેટે 306 રન હતા.  મિચેલ 117 બોલમાં 9 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 134 રને અને સાંતનેર પાંચ રને રમતમાં હતો.

15 નવેમ્બર 10ઃ04 PM pm

ન્યૂઝીલેન્ડે 44.1 ઓવરમાં 6 વિકેટે 300 રન પૂરા કર્યા

ન્યૂઝીલેન્ડે 44.1 ઓવરમાં 6 વિકેટે 300 રન પૂરા કર્યા હતા. મિચેલ 114 બોલમાં નવ ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 132 રન કરી રમતમાં હતા. જ્યારે માઇકલ સેન્ટનેર એક રને રમતમાં હતા.

15 નવેમ્બર 10ઃ02 PM pm

ન્યૂઝીલેન્ડે 43.5 ઓવરમાં 298ના સ્કોરે 6ઠ્ઠી વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે 43.5મી ઓવરમાં 298 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.  માર્ક ચેપમેન બે રન કરી કુલદીપ યાદવની ઓવરમાં જાડેજાના હાથમાં ઝીલાઈ ગયો હતો.

15 નવેમ્બર 09.57 PM pm

ન્યૂઝીલેન્ડે 42.5 ઓવરમાં 295ના સ્કોરે 5મી વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે 42.5મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સના સ્વરૂપમાં પાંચમી વિકેટ ગુમાવી. બુમરાએ નાખેલી ઓવરમાં ફિલિપ્સ મિડ ઓફ બાઉન્ડ્રી પર જાડેજાના હાથમાં ઝીલાઈ ગયો હતો. તેણે 33 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા.

15 નવેમ્બર 09.10 PM pm

ન્યૂઝીલેન્ડ 40 ઓવરમાં 4 વિકેટે 266 રન

શમીએ બે વિકેટ ઝડપવા છતાં પણ ન્યૂઝીલેન્ડે હજી પણ મેચ પર પક્કડ ગુમાવી નથી. 40 ઓવરના અંતે તેના 4 વિકેટે 266 રન હતા. આ સમયે ભારતના 2 વિકેટે 277 રન હતા. મિચેલ 127 અને ગ્લેન ફિલિપ્સ 19 રને રમતમાં હતા. તેણે મિચેલ સાથે પાંચમી વિકેટની 75 રનની ભાગીદારી નોંધાવી હતી.

15 નવેમ્બર 09.10 PM pm

શમીએ અપાવી ભારતને ચોથી સફળતા

શમીએ કેપ્ટન વિલિયમ્સનની વિકેટ ઝડપ્યા પછી તરત જ ટોમ લાથમને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. આમ ન્યૂઝીલેન્ડે 32.4 ઓવરના અંતે 220 રન પર ચોથી વિકેટ ગુમાવી હતી.

15 નવેમ્બર 09.00 PM pm

શમીએ અપાવી ભારતને ત્રીજી સફળતા

ભારતના સ્ટ્રાઇક બોલર મોહમ્મદ શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવતા સેટ થઈ ગયેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સનની વિકેટ ઝડપી હતી. વિલિયમ્સને 73 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન કરી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 220 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. તેણે મિચેલ સાથે ત્રીજી વિકેટની 181 રનની ભાગીદારી નોંધાવી હતી. શમીએ ભાગીદારી તોડતા ભારતના જીવમાં જીવ આવ્યો છે.

15 નવેમ્બર 08.55 PM pm

ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલની ભારત સામે સતત બીજી સદી

ડેરિલ મિચેલે 85 બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી કારકિર્દીની છઠ્ઠી અને ભારત સામેની બીજી સદી પૂરી કરી. વર્લ્ડ કપમાં ભારત સામે તેની બીજી સદી હતી.

15 નવેમ્બર 08.47 PM pm

ન્યૂઝીલેન્ડના 30 ઓવરના અંતે 2 વિકેટે 199 રન

ન્યૂઝીલેન્ડના 30 ઓવરના અંતે બે વિકેટે 199 રન હતા. ડેરિલ મિચેલ 90 અને વિલિયમ્સન 58 રને રમતમાં હતા.

15 નવેમ્બર 08.37 PM pm

ન્યૂઝીલેન્ડના 25 ઓવરના અંતે 2 વિકેટે 161 રન

ન્યૂઝીલેન્ડના 25 ઓવરના અંતે બે વિકેટે 161 રન હતા. મિચેલ 62 અને વિલિયમ્સન 48 રને રમતમાં હતા.

15 નવેમ્બર 08.17 PM pm

ન્યૂઝીલેન્ડના 20 ઓવરના અંતે 2 વિકેટે 124 રન

ન્યૂઝીલેન્ડના 20 ઓવરના અંતે બે વિકેટે 124 રન હતા. મિચેલ 41 અને વિલિમ્યન 32 રને રમતમાં હતા.

15 નવેમ્બર 07ઃ 57 PM pm

ન્યૂઝીલેન્ડના 16.4 ઓવરના અંતે 2 વિકેટે 103 રન

ન્યૂઝીલેન્ડે 16.4 ઓવરમાં અંતે 100 રન પૂરા કર્યા. 16.4 ઓવરના અંતે તેના બે વિકેટે 103 રન હતા.

15 નવેમ્બર 07ઃ37 PM pm

ન્યૂઝીલેન્ડના 15 ઓવરના અંતે બે વિકેટે 87 રન

15 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે બે વિકેટે 87 રન કર્યા હતા. કેપ્ટન વિલિયમ્સને 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદ સાથે 23 રન કરી રમતમાં હતા. જ્યારે મિચેલ 25 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 17 રન કરી રમતમાં હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટની 48 રનની ભાગીદારી નોંધાઈ ચૂકી છે.

15 નવેમ્બર 07ઃ02 PM pm

ન્યૂઝીલેન્ડે 39 રને બીજી વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે 398 રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતાં 10 ઓવરમાં 2 વિકેટે 46 રન કર્યા હતા. કેન વિલિયમ્સન ચાર અને મિચેલ એક રને રમતમાં હતા. તેની સામે ભારતે દસ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માના સ્વરૂપના એક વિકેટ ગુમાવીને 84 રન કર્યા હતા. આમ ભારતના જંગી સ્કોરનો પાયો અહીં જ નંખાઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડે 10.2 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા.

15 નવેમ્બર 07ઃ02 PM pm

ન્યૂઝીલેન્ડે 39 રને બીજી વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે 398 રનના જવાબમાં નિરાશાજનક શરૂઆતને આગળ ધપાવતા 7.4 ઓવરમાં 39 રનના સ્કોરે તેના ઇનફોર્મ બેટ્સમેન રચિન રવિન્દ્રના સ્વરૂપમાં બીજી વિકેટ ગુમાવી છે. રચિન રવિન્દ્રએ 22 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન કર્યા હતા. તેને શમીએ શિકાર બનાવ્યો હતો. રચિન આ વર્લ્ડ કપમાં 600થી વધુ રન કરી ચૂક્યો છે. પ્રથમ બંને વિકેટ શમીએ લીધી છે. હવે વિલિયમ્સન અને મિચેલની જોડી પિચ પર છે.

15 નવેમ્બર 06:45 PM pm

ન્યૂઝીલેન્ડે 30 રને પ્રથમ વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે 398 રનના મહાકાય લક્ષ્યાંકનો પીછો કરતાં છઠ્ઠી ઓવરના પહેલા બોલે 30 રનના સ્કોરે ડેવિડ કોન્વોયના સ્વરૂપમાં પહેલી વિકેટ ગુમાવી. શમીએ તેને વિકેટ પાછળ રાહુલના હાથમાં ઝીલાવ્યો. તેણે 15 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન કર્યા હતા. આમ 5.1 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 30 રનનો થયો. રવિન્દ્ર અને વિલિયમ્સને ક્રીઝ પર છે.

15 નવેમ્બર 06:24 PM pm

ન્યુઝીલેન્ડે બેટિંગ શરૂ કરી

398 રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે બેટિંગ શરૂ કરી છે. રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેની જોડી ક્રિઝ પર છે. કોનવેએ ચોગ્ગા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે બુમરાહ સામે પ્રથમ ઓવરમાં જ બે ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર કોઈ પણ નુકશાન વિના આઠ રન છે. કોહલી અને શ્રેયસની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે, પરંતુ બોલરોએ પણ વધુ મહેનત કરવી પડશે અને વિકેટો પણ લેવી પડશે. જો આવું ન થાય તો કિવી ટીમ આ પીચ પર સરળતાથી લક્ષ્યનો પીછો કરી શકે છે.

15 નવેમ્બર 05:58 PM pm 

ભારતે 397 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 117 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 105 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે અણનમ 80 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિતે 47 રન અને લોકેશ રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ ત્રણ અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ ઝડપી હતી.

15 નવેમ્બર 05:50 PM pm 

ભારતની ત્રીજી વિકેટ પડી

ભારતની ત્રીજી વિકેટ 382 રન પર પડી છે. સૂર્યકુમાર યાદવ એક રન બનાવીને આઉટ થયો હતો. ટિમ સાઉથીએ તેને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ કરાવ્યો હતો. હવે શુભમન ગિલ બેટિંગમાં પાછો ફર્યો છે. તેની સાથે લોકેશ રાહુલ ક્રિઝ પર છે.

15 નવેમ્બર 05:45 PM pm 

 ભારતની ત્રીજી વિકેટ પડી

ભારતની ત્રીજી વિકેટ 381 રન પર પડી છે. શ્રેયસ અય્યર 70 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 400 રનની નજીક પહોંચી ગયો છે.

15 નવેમ્બર 05:38 PM pm 

શ્રેયસ અય્યરની સદી

શ્રેયસ અય્યરે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. તેણે સતત બીજી મેચમાં સદી રમીને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડી છે. 48 ઓવર પછી ભારતનો સ્કોર 366/2 છે.

15 નવેમ્બર 05:22 PM pm 

ભારતનો સ્કોર બે વિકેટે 350 રનને પાર કરી ગયો

ભારતનો સ્કોર બે વિકેટે 350 રનને પાર કરી ગયો છે. શ્રેયસ અય્યર તેની સદીની નજીક છે.

15 નવેમ્બર ૦4:52 pm 

ભારતની બીજી વિકેટ પડી

ભારતની બીજી વિકેટ 327 રન પર પડી. વિરાટ કોહલી 113 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારત પાસે 400 રન બનાવવાની તક છે. હવે લોકેશ રાહુલ શ્રેયસ અય્યર સાથે ક્રીઝ પર છે. આ બંને છેલ્લી ઓવરોમાં તોફાની રીતે રન બનાવવા ઈચ્છશે.

15 નવેમ્બર 05:09 PM

વિરાટની સદી

વિરાટ કોહલીએ વનડેમાં પોતાની 50મી સદી પૂરી કરી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. ભારતનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે. હવે કોહલી અને શ્રેયસ તોફાની બેટિંગ કરીને ભારતના સ્કોરને 400 રનથી આગળ લઈ જવા ઈચ્છશે.

15 નવેમ્બર ૦4:58 pm 

વિરાટ કોહલી સદીની નજીક

વિરાટ કોહલી પોતાની સદીની નજીક પહોંચી ગયો છે. જો તે સદી પૂરી કરશે તો તે સચિનને ​​પાછળ છોડી દેશે અને વનડેમાં સૌથી વધુ 50 સદી ફટકારનાર ખેલાડી બની જશે. તે જ સમયે, શ્રેયસ અય્યર તેની અડધી સદી પૂરી કર્યા પછી ઝડપથી રન બનાવી રહ્યો છે. કોહલી સાથે શાનદાર સદીની ભાગીદારી કરીને તેણે ભારતના સ્કોરને 40 ઓવરમાં એક વિકેટે 287 રન સુધી પહોંચાડ્યો હતો.

15 નવેમ્બર ૦4:52 pm 

ભારતનો સ્કોર 250 રનને પાર

ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 250 રનને પાર કરી ગયો છે. વિરાટ અને શ્રેયસ વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ છે. જ્યારે, શ્રેયસ અય્યરે પોતાની અડધી સદી પૂરી કરી છે. વિરાટ કોહલી તેની સદીની નજીક છે. હવે ભારતની નજર 400 રનના લક્ષ્યને હાંસલ કરવા પર છે.

15 નવેમ્બર ૦4:40 pm 

વિરાટ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 673થી વધુ રન બનાવ્યા છે અને તે વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તે પણ પોતાની સદીની નજીક પહોંચી ગયો છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 250 રનની નજીક પહોંચી ગયો છે.

15 નવેમ્બર ૦4:30 pm 

વિરાટ-શ્રેયસ વચ્ચે અડધી સદીની ભાગીદારી

વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે. ભારત વિશાળ સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. 32 ઓવર પછી ભારતનો સ્કોર 226/1 છે.

15 નવેમ્બર ૦4:15 pm 

ભારતનો સ્કોર 200 રનને પાર

ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 200 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને શ્રેયસ વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.

15 નવેમ્બર ૦4:04 pm 

વિરાટ કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ 59 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે.  તેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. ભારતનો સ્કોર એક વિકેટે 200 રનને પાર કરી ગયો છે.

15 નવેમ્બર ૦3:52pm 

શુબમન ગિલ નિવૃત્તિ લીધા પછી પેવેલિયનમાં પાછો ફર્યો

શુભમન ગિલ 65 બોલમાં 79 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. જોકે, તે નોટઆઉટ છે. મુંબઈની ગરમીના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પાછા જવું પડ્યું. હવે જ્યારે વિકેટ પડી ત્યારે તે ફરીથી બેટિંગ કરવા આવી શકે છે. હાલમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. 24 ઓવર પછી ભારતનો સ્કોર 173/1 છે.

15 નવેમ્બર ૦3:38 pm 

ભારતનો સ્કોર 150 રનને પાર

ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 150 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ હવે ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે અને પોતાની સદી તરફ આગળ વધી રહ્યો છે. કોહલી અને ગિલ વચ્ચે સારી ભાગીદારી છે. 21 ઓવર પછી ભારતનો સ્કોર 153/1 છે.

15 નવેમ્બર ૦3:21 pm 

ગિલ અને વિરાટ વચ્ચે અડધી સદીની ભાગીદારી

શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને બેટ્સમેન સારી ગતિએ રન બનાવી રહ્યા છે. ગિલ તેની અડધી સદી પૂરી કરીને રમી રહ્યો છે. આ સાથે જ કોહલી પણ પોતાની અડધી સદીની નજીક જઈ રહ્યો છે.

15 નવેમ્બર ૦3:11 pm 

શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. ODI ક્રિકેટમાં આ તેની 13મી અડધી સદી છે. તેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા સારા સ્કોર તરફ આગળ વધી રહી છે. 15 ઓવર પછી ભારતનો સ્કોર 118/1 છે.

15 નવેમ્બર ૦3:07 pm 

ભારતનો સ્કોર 100 રનને પાર

ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 100 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે.

15 નવેમ્બર ૦3:00 pm 

પાવરપ્લે પછી ભારતનો સ્કોર 84/1

પાવરપ્લેમાં ભારતે એક વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. રોહિત શર્મા અડધી સદી ચૂકી ગયો, પરંતુ કોહલી અને ગિલની જોડી ક્રિઝ પર સ્થિર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે. 12 ઓવર પછી ભારતનો સ્કોર 92/1 છે. બંને વચ્ચે સારી ભાગીદારી ખીલી રહી છે.

15 નવેમ્બર ૦2:44 pm 

ભારતની પ્રથમ વિકેટ પડી

ભારતની પહેલી વિકેટ 71 રન પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ સાઉથીના બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે તે કેન વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો. તે ખૂબ જ મુશ્કેલ કેચ હતો, પરંતુ વિલિયમસને શાનદાર કેચ લીધો હતો. હવે વિરાટ કોહલી શુભમન ગિલ સાથે ક્રિઝ પર છે.

15 નવેમ્બર ૦2:34 pm 

ભારતનો સ્કોર 50 રનને પાર

ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 50 રનને પાર કરી ગયો છે. રોહિત શર્મા ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે અને તેની અડધી સદીની નજીક છે. સાત ઓવર પછી ભારતનો સ્કોર 61/0 છે.

15 નવેમ્બર ૦2:27 pm 

રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે

રોહિત શર્માએ આ મેચમાં ત્રણ સિક્સર ફટકારી છે અને તે વર્લ્ડ કપમાં 50 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ છે. તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. તે વિશ્વ કપની એક જ આવૃત્તિમાં 28 છગ્ગા સાથે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે પણ તેણે 2015ના વર્લ્ડ કપમાં 26 સિક્સર મારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો હતો.

15 નવેમ્બર ૦2:21 pm 

ભારતે ત્રણ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 25 રન બનાવ્યા

ભારતે ત્રણ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 25 રન બનાવી લીધા છે. રોહિત અને ગિલ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. બંને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. ચાર ઓવર પછી ભારતનો સ્કોર વિના નુકશાન 38 રન છે.

15 નવેમ્બર ૦2:13 pm ભારતે બે ઓવરમાં 18 રન બનાવ્યા

ભારતે બે ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 18 રન બનાવી લીધા છે. રોહિત અને ગિલ બંને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને બંને બેટ્સમેનોએ બે-બે ચોગ્ગા ફટકાર્યા છે. ટીમ ઈન્ડિયા તેની જાણીતી શૈલીમાં રમી રહી છે અને પાવરપ્લેમાં ફરી એકવાર મોટો સ્કોર કરવાના માર્ગ પર છે.

15 નવેમ્બર ૦2:00 pm

ભારતની બેટિંગ શરૂ

ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. રોહિત શર્માએ ફરી એકવાર આક્રમક શરૂઆત કરી છે. તેણે પહેલી જ ઓવરમાં બોલ્ટ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી ભારતનો સ્કોર 10/0 છે.

ભારતે ટોસ જીત્યો 

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિચેલ, ટોમ લૈથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.