Not Set/ Exit Poll : ઉત્તર પ્રદેશમાં ફોઇ-ભત્રીજાનો ઘોડા રેસમાં જીત તરફ, ભાજપને પછડાટ

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક […]

Top Stories India Politics
1546654702 Akhilesh Mayawati ANI Exit Poll : ઉત્તર પ્રદેશમાં ફોઇ-ભત્રીજાનો ઘોડા રેસમાં જીત તરફ, ભાજપને પછડાટ

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક થતું લાગી રહ્યું છે. દેશનાં અનેક માધ્યમો અને સર્વે એજન્સી દ્રાર પોતાનાં Exit Poll રજુ કરવામાં આવી ગયા છે, આ એ વાત ચોક્કસ છે કે તમામ સર્વેક્ષણોનાં આંકડામાં અંતર છે, પરંતુ એક વાત સાફ છે કે ભાજપ અને સાથી પક્ષોને પ્રજાએ ફરી એક મોકો આપ્યો હોવાની સાથે સાથે કોંગ્રેસને પણ પ્રમાણમાં મજબૂત બનાવી હોવાનું દેખાય રહ્યું છે…

08 mayawati rahul modi 600 Exit Poll : ઉત્તર પ્રદેશમાં ફોઇ-ભત્રીજાનો ઘોડા રેસમાં જીત તરફ, ભાજપને પછડાટ

સર્વેક્ષણનાં આંકડા પ્રમાણે પ્રજાએ દેશમાં પરિવર્તન કરતા “પૂનરાવર્તન”ને પસંદ કર્યું છે. કોંગ્રેસને પણ વિરોધ કરવાની તાકાત આપી છે. ત્યારે યુપીમાં આવી છે સ્થિતિ….

પોલ ઓફ ધ પોલસ

કુલ લોકસભા બેઠકો  ભાજપ મહાગઠબંધન કોંગ્રેસ
80/80 49 26 2

જો વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશનીતો અહી આમતો  ત્રીપાંખીયો જંગ જોવા મળ્યો છે. ભાજપ – કોંગ્રેસની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું મહાગઠબંધન બરોબરની ટક્કરમાં હતું. ભાજપનાં PM મોદીની સાથે સાથે યોગી પ્રચાર મેદાનમાં હતા, તો કોંગ્રેસ તરફથી રાહુલનો સાથ પ્રિયંકાએ આપ્યો હતો. વાત કરવામાં આવે મહાગઠબંધનની તો બુઆ-બબુઆની જોડી મેદાનમાં હતી.

661166 mayawati akhileshyadav 031618 Exit Poll : ઉત્તર પ્રદેશમાં ફોઇ-ભત્રીજાનો ઘોડા રેસમાં જીત તરફ, ભાજપને પછડાટ

ઉત્તરપ્રદેશમાં દેશની સૌથી વધારે લોકસભા સીટ છે. અને કેન્દ્રમાં કોઈપણ પાર્ટીની સરકાર બનાવવા માટે તે કિંગ મેકર સાબિત થાય છે. અને એટલાં માટે જ કહેવામાં આવે છે કે, દિલ્હીની સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને સપા અને બસપા ગઠબંધન વચ્ચે જંગ ખેલાયો હતો.

ઉત્તર પ્રદેશની 80 બેઠકો માટે તમામ સર્વેક્ષણ એજન્સીનું અનુમાન 

સર્વેક્ષણ  સંસ્થાન ભાજપ  કોંંગ્રેસ મહાગઠબંધન અન્ય
Republican C-Voter 40 02 38 00
Aaj Tak-Axis My India 62 02 16 00
Times Now – VMR 58 02 20 00
India TV-CNX 50 02 27 01
Republic Jan ki Baat 00 00 00 00