Gujarat/ SOGએ ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું

ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે,એસઓજીએ નકલી નોટો છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે

Top Stories Gujarat
9 11 SOGએ ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું
  • ભાવનગરમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
  • SOGની ટીમે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું
  • ભરતનગર વિસ્તારમાંથી નકલી નોટનું કારખાનું ઝડપાયું
  • 1.40 કરોડની નકલી ચલણી નોટ કબ્જે કરવામાં આવી
  • એસઓજીને ટીમે પાંચ લોકોને પકડી પાડયા
  • મોટામાથાઓની સંડોવણી હોવાની આશંકા

ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે,એસઓજીએ નકલી નોટો છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. બાતમીને આધારે એસઓજીએ આ મોટી કાર્યવાહી કરી હતી. બાતમી મળી હતી કે ભરનનગરમાં નકલી નોટો છાપવાનું કારખાનું ધમધમી રહ્યો છે જેના આધાર ત્યાં રેડ પાડવામાં આવી હતી અને પાંચ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ કારખાનામાંથી 1.40 કરોડની નકલી ચલણી નોટો કબ્જે કરવામાં આવી  છે. .હાલ આ આરોપીઓ સામે ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલી નોટોના કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે પાંચ આરોપીઓને પકડીને સઘન તપાસ હાથ ધરી છે, આ નકલી નોટોનો કારખાનું ક્યારથી ચલાવતા હતા અને કોણ કોણ તેમા સડોવાયેલા છે તેની તપાસ હાથ હાલ કરવામાં આવી રહી છએ.