Gir Somnath News: જિલ્લાના 6 ગામના ગ્રામજનોએ (Adani Company) કંપનીની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતો અને મહિલાઓએ ઇણાજ ખાતેની કલેક્ટર કચેરીએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાઇપલાઇનની કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી હતી.
માઇન્સ ઊંડી કરી પાણી કાઢવાનો આક્ષેપ
ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા માઇન્સને ખૂબ ઊંડી કરી તેમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ નીચે જવાનો ભય છે, જેની સીધી અસર ખેતી અને પીવાના પાણી પર પડી શકે છે. ખેતી પર નિર્ભર ખેડૂતોમાં આ મુદ્દે ભારે ચિંતા જોવા મળી રહી છે.
Adani Company દ્વારા પાઇપલાઇન નખાતી હોવાનો આક્ષેપ
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આ પાણી લઈ જવા માટે અદાણી કંપની દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. તેમની માંગ છે કે આ પાઇપલાઇન (Pipeline Protest)ની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમને વિશ્વાસમાં લીધા વિના આ કામગીરી થઈ રહી હોવાથી રોષ ફેલાયો છે.
મહિલાઓએ છાજિયા લઈ અનોખો વિરોધ કર્યો
કલેક્ટર કચેરી (Collector Office)એ યોજાયેલા વિરોધ પ્રદર્શન (Protest demonstration)માં મહિલાઓએ છાજિયા લઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ કંપનીની કામગીરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના ગામના પાણી અને જમીન બચાવવા માટે તંત્ર પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓની હાજરીથી કચેરી પરિસરમાં થોડો સમય ગરમાવો રહ્યો હતો.
ગ્રામજનોમાં રોષ, તંત્ર સમક્ષ માંગ
કંપનીની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાઇપલાઇનની કામગીરી અટકાવવા અને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: આ અદાણી કંપની લોટ, ચોખા, દાળ વેચે છે, હવે કમાણી કરશે, જાણો કેવી રીતે
આ પણ વાંચો: અદાણી જૂથ ગ્રુપની બધી સીમેન્ટ કંપનીઓને મર્જ કરી એક જ કંપની બનાવશે
