VADODRA NEWS/ વડોદરા : મકરપુરા GIDCમાં વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું

કેમિકલ ઉધોગ એકમો વરસાદી ઋતુમાં વરસાદના પાણી સાથે કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરવાની યુક્તિ કરી રહ્યા છે

Gujarat Vadodara

Vadodra News : વડોદરાના મકરપુરા GIDCમાં વરસાદી કાંસમાં કેમિકલ પાણી છોડવાની ઘટના સામે આવી છે.વરસાદી કાંસોમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે. અગાઉ નંદેસરી GIDC પાસે મીની નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. આમ કેમિકલ યુક્ત જાંબલી રંગના પાણી છોડાતા એકમો સામે કાર્યવાહી જરૂરી બની છે.

ઉદ્યોગ એકમો દ્વારા વરસાદી કાંસમાં કેમિકલ વેસ્ટ નિકાલ કરવામાં આવે છે.જેને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉદ્યોગ એકમોના સંચાલકોને આ પ્રકારની કામગીરી સામે વહીવટી તંત્ર અક્કડ મૌન સેવી રહ્યું છે.

કેમિકલ ઉધોગ એકમો વરસાદી ઋતુમાં વરસાદના પાણી સાથે કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરવાની યુક્તિ કરી રહ્યા છે. વરસાદી કાસમા કેમિકલ યુક્ત પાણીના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત

આ પણ વાંચો:બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત, બે પિતરાઈ ભાઈના મોત

આ પણ વાંચો:બનાસકાંઠાના ભારત માલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત